SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ' S P+NsA A PNE P AY : - - - - - - - - - - - - * ૧૮૪ આ બાજુ સુમિત્રને તેની બહેનનું દુઃખદાયક હરણ થતાં વૈરાગ્ય ઉત્પન્ન થવાથી છે જ તેણે ચારિત્ર ગ્રહણ કર્યું, એક વાર ધ્યાનમાં સ્થિર એવા આ મુનિને પૂર્વના કોઈ છે. વેરભાવથી તેના અપરબંધુએ હણી નાંખ્યા. સમાધિમરણથી તેવો દેવલોક પામ્યા. એ Q. સુમિત્ર મુનિના મૃત્યુના સમાચારથી ખેદ પામેલો ચિત્રગતિ સિદ્ધાયતનની યાત્રાએ છે આ ગયો. ત્યાં ઘણા વિદ્યાધરો આવેલા હતા. ચિત્રગતિ અપૂર્વ ઉલ્લાસથી પ્રભુની ભક્તિ કે છે. કરતો હતો. તે સમયે સુમિત્ર જે દેવલોકમાં ઉત્પન્ન થયો હતો, તેણે અવધિજ્ઞાનમાં મિત્રને જોયો. તે શીઘ્રતાથી મંદિરમાં આવ્યો, અને ચિત્રગતિ પર પુષ્પની વૃષ્ટિ કરી, મેં છે. આથી સૌ તેની પ્રશંસા કરવા લાગ્યા. અનંગસિંહ ત્યાં હાજર હતા. તેમણે જાણી લીધું કે આ યુવાન જ મારી પુત્રીને છે આ યોગ્ય વર છે. પરંતુ દેવસ્થાનમાં સાંસારિક વાત વર્ય હોવાથી તે પ્રસન્નતાપૂર્વક ત્યાંથી ? - વિદાય થયો. છે પોતાના રાજ્યમાં પહોંચીને તેણે મંત્રી દ્વારા સૂર રાજાને પોતાની કન્યાનું ચિત્રગતિ છે આ સાથે લગ્ન થાય તેવી અભિલાષા જણાવી. સૂરરાજાએ તેમના વચનનો સ્વીકાર કર્યો. આ ચિત્રગતિ અને રાજવતીનાં લગ્ન થયાં. ઘણા કાળ સુધી સુખ ભોગવી સંસારથી ઉદ્વેગ પામી છે તે બંનેએ ચારિત્ર ગ્રહણ કર્યું. ચિરકાળ સંયમ પાળીને બંને દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયાં હૈ (ભવ ચોથો). . ભવ-૫ પૂર્વ વિદેહમાં પધનામના પ્રદેશમાં સિંહપુર નામે ઉત્તમ નગરીમાં હરિહંદી સૂર્ય જેવો તેજસ્વી રાજા રાજ્ય કરતો હતો. તેને પ્રિયદર્શના નામે પટરાણી હતી. પાંડુકવનમાં . કલ્પવૃક્ષ ઉત્પન્ન થાય તેમ પ્રિયદર્શનાની કુક્ષિએ પુત્રરત્ન પ્રગટ થયું, તેનું નામ છે 2 અપરાજિત પાડ્યું. તેને બાલ્યવયથી એક વિમળબોધ નામે મિત્ર હતો. હું એક વાર તેઓ અશ્વારૂઢ થઈ વનક્રિીડા માટે નીકળ્યા હતા, ત્યારે અશ્વોએ તેમને છે. દૂરના અજાણ્યા પ્રદેશમાં મૂકી દીધા, અપરાજિત એ વનની શોભા અને સ્વર્ગીય પૃથ્વી છે આ જોઈ પ્રસન્ન થયો. ત્યાં તેમણે પોકાર સાંભળ્યો કે “રક્ષણ કરો; રક્ષણ કરો !” કોઈ પુરુષને અપરાધને કારણે આરક્ષકો તેને મારવા પાછળ પડ્યા હતા. અપરાજિતે આ ટ્રે છે. રક્ષકોને પોતાના પરાક્રમથી ભગાડી મૂક્યા અને પેલા પુરુષને નિર્ભય કર્યો. WAS TERI Kuccain Education International
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy