SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ - આરક્ષકોએ કોશલપતિને તેની જાણ કરી. આથી રાજાએ તેને જીતવા મોટું સૈન્ય ૬ એ મોકલ્યું. અપરાજિતે યુદ્ધને આવકાર્યું. યુદ્ધના મેદાનમાં કોશલ રાજાએ અપરાજિતને હું ન ઓળખ્યો કે આ તો મારા મિત્રનો પુત્ર છે. તેણે તરત જ યુદ્ધવિરામનો આદેશ આપ્યો, જિ ને અપરાજિતની નજીક આવી તેને આલિંગન પી પોતાના મહેલમાં લઈ ગયા. હું પર પોતાનું રાજ્ય તથા પોતાની કન્યા કનકમાળાનો સ્વીકાર કરવા વિનંતી કરી. અપરાજિતનાં હું - કનકમાળા સાથે લગ્ન થયાં. ત્યાં થોડોક વખત સુખ ભોગવી, દેશાંતર કરવાની હું અપેક્ષાએ બંને મિત્રો એક રાત્રિએ ગુપ્ત રીતે ચાલી નીકળ્યા. ર વન્ય પ્રદેશમાં રત્નમાળા નામની ખેચર કન્યા જે અપરાજિતની પ્રશંસા સાંભળીને કે એ મનથી વરી ચૂકી હતી, તેને કોઈ વિદ્યાધરે હરણ કરીને આ પ્રદેશમાં લઈ આવ્યો હતો. હું છે. તેને એ પુરુષના બંધનમાંથી મુક્ત કરી. તેનાં માતાપિતા તેને શોધતાં ત્યાં આવી કે રે પહોંચ્યાં. તેમની વિનંતિથી કન્યાનો અપરાજિતે સ્વીકાર કર્યો. પેલા વિદ્યારે પણ = પ્રસન્ન થઈને કેટલીક વિદ્યાઓ આપી. વળી તેઓ ફરી દેશાંતરે નીકળ્યા. = દેશાંતર ઘૂમતાં અપરાજિત દરેક રાજ્યના રાજાઓને પરાક્રમથી કે વિદ્યાથી રિ કે પ્રભાવિત કરીને અનેક કન્યાઓનો સ્વામી થયો. મંત્રીઓની કન્યાઓને મિત્રપુત્ર છેવિમળબોધ સાથે પરણાવવામાં આવી. કે અપરાજિતના પરદેશગમન પછી માતાપિતા અત્યંત દુઃખમાં સમય પસાર કરતાં 3 હતાં. તેની શોધ કરવા નીકળી એક દૂતે તેમને જનાનંદ નગરમાં પ્રીતિમતિના કે સ્વયંવરમંડપમાં જોયા. બંનેના વિવાહ મહોત્સવથી પ્રસન્ન થઈ તેણે પોતાનો પરિચય કે આપ્યો, કુમારે માતાપિતાનું કુશળ પૂછયું, ત્યારે તે ગદ્ગદિત કંઠે કહેવા લાગ્યા કે કે રાજારાણી તમને મળવાની આશામાં શરીર ધારણ કરી રહ્યાં છે, તમારે હવે વધુ સમય છેમાતાપિતાને ખેદ આપવો યોગ્ય નથી. આ સાંભળી કુમારનાં નયનો સજળ થઈ ગયાં. એ તરત જ જિતશત્રુ રાજાની આજ્ઞા લઈ, ત્યાંથી ઘણા માન-સન્માન સાથે ત્વરાથી તે હિ નીકળ્યો, માર્ગમાં જ્યાં જ્યાં જે જે કન્યાઓ સાથે લગ્ન કર્યા હતાં તે સૌને લઈને અનેક Sી કન્યાઓ અને સમૃદ્ધિથી સંપન્ન તે માતાપિતા પાસે પહોંચ્યો. Sાં સિંહપુરના પ્રજાજનોએ તેમનો ઉમંગથી સત્કાર કર્યો. માતાપિતા અતિ પ્રસન્ન થયાં અપરાજિતને રાજ્ય સોંપી શેષ જીવનમાં ચારિત્રધર્મ અંગીકાર કર્યો. www.jainelibrary.org
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy