SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ છે આથી તેમણે નિમિત્તિયાને બોલાવીને તેની કુંડલી કઢાવીને ભવિષ્ય પૂછ્યું નિમિત્તિયાએ પણ પોતાની સર્વ બુદ્ધિમત્તા વડે જોઈને કહ્યું, કે તમારી પાસે જે ખડગરત્ન છે તે તમારા જ હસ્તમાંથી આંચકી લેશે, અને સિદ્ધાયતન તીર્થમાં વંદન કરતાં જેના પર કોઈ દેવ છે પુષ્પવૃષ્ટિ કરશે તે આ રાજવતીનો પતિ થશે. છે. પોતાનું ખડગરત્ન આંચકી લેવા જેવો પરાક્રમી જમાઈ મળવાનું સાંભળી રાજા જ પ્રસન્ન થયો, જે ખડગરત્નના રક્ષણ માટે જાનને જોખમે રાજા યુદ્ધ કરતો, પરંતુ પુત્રમોહને વશ આ પ્રસંગે રાજા ખુશ થયો. વળી એ પુરુષ કેવો ઉત્તમ હશે કે જેના ઉપર દેવો પુષ્પવૃષ્ટિ કરશે ? એમ જાણી અતિ પ્રસન્ન થયો. ચિત્રગતિને સુમિત્ર નામે મિત્ર હતો. તેની પરિણીત બહેનને રનવતીનો ભાઈ ! છે. કમળ હરણ કરી ગયો. મિત્રને સહાયક થવા માટે ચિત્રગતિ તેની શોધમાં નીકળ્યો. છે અને શિવમંદિર નગરે પહોંચ્યો. ત્યાં કમળ સાથે યુદ્ધ થતાં તેને હરાવ્યો. આથી તેના એ પિતા અસંગસિંહ અત્યંત કોપાયમાન થતાં તે ચિત્રગતિ ઉપર ધસી આવ્યો. બંનેની વચ્ચે છે મહાન સંગ્રામ ખેલાઈ રહ્યો. અનંગસિંહે જોયું કે ચિત્રગતિને યુદ્ધમાં હરાવવો દુર્લભ છે. છે તેથી તેણે પોતાના ખડગરત્નનું સ્મરણ કર્યું, સેંકડો જવાળાઓથી પ્રજ્વલિત કાળમુખ છે એવું તે શસ્ત્ર તેના હસ્તમાં આવતાં તેણે કહ્યું, “હે બાળક ! હવે હઠ છોડી દે અને ; છે શરણે આવ નહિ તો આ શસ્ત્ર તારા મસ્તકને કમળનાળની જેમ છેદી નાંખશે !” આ એ શબ્દનું શ્રવણ થતાં ચિત્રગતિએ પોતાની વિદ્યાબળે સર્વત્ર અંધકાર ફેલાવી દીધો, અને છે અનંગસિંહના હાથમાંથી ખડગરત્ન આંચકી લીધું. સુમિત્રાને લઈને શીવ્રતાએ ત્યાંથી છે. વિદાય થયો. બેનને સુમિત્રને સોંપી દીધી. છે અંધકાર દૂર થતાં અનંગસિંહે જોયું કે પોતાના હાથમાં ખડગરત્ન નથી. પ્રથમ તે ક્ષોભ પામ્યો પરંતુ તેને તરત જ નિમિત્તિકની વાતનું સ્મરણ થતાં ખુશી થઈ કે મારા : ખડગને હરનાર મારો જમાઈ થશે. પરંતુ તેને શોધવો કેવી રીતે ? વળી વિચારવા છે લાગ્યો કે સિદ્ધાયતનમાં એ પુરુષ પર દેવ પુષ્પવૃષ્ટિ કરશે, ત્યાં તેનો પરિચય થશે ? છે એમ વિચારી તે પરિવાર સાથે સિદ્ધાયતન ગયો. ain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy