________________
૧૮૨ કમળની જેમ ખીલેલું તેનું યૌવન એક દિવસમાં જાણે કરમાઈ ગયું હોય તેવી તે ક્ષોભ પામી ગઈ. પ્લાન મુખવાળી ધનવતીને જોઈને માતાએ કારણ પૂછ્યું પરંતુ વિનયવાન તે કન્યાએ આ વાત અપ્રગટ રાખી. ત્યાં યુવાન કન્યા માટે યોગ્ય વરની તપાસ કરવા મોકલેલ દૂત રાજસભામાં આવ્યો. તેણે ધનકુમારની દરેક રીતે યોગ્યતાનું વર્ણન કર્યું. સિંહ રાજાએ તેમાં સંમતિ આપી, દૂતને વિવાહ સંબંધ કરવા મોકલ્યો. ધન
અને ધનવતી લગ્નસંબંધથી જોડાઈ ગયાં. . પુણ્યરાશિએ સઘળા પ્રકારે તેઓ સંસારસુખ ભોગવી રહ્યાં હતાં. એક વાર તેઓ . સુંદર સરોવરતીરે સુખપૂર્વક ક્રીડા કરી રહ્યાં હતાં. ત્યાં દૂર એક વૃક્ષ નીચે તેમણે એક
મુનિને તાપ, તૃષા અને સુધાથી પૂર્ણાવશ થયેલા જોયા. તરત જ રાજદંપતીએ તેમની કે યોગ્ય સેવા કરી. મુનિએ જાગૃત થઈને તેમને ઉપદેશ આપ્યો. આથી તેમણે ત્યાં શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. વળી માતાપિતાએ વૈરાગ્ય પામી, ધનકુમારનો રાજ્યાભિષેક કરી સંસારનો ત્યાગ કર્યો. આથી ધનકુમાર વત્સલભાવે પ્રજાનું રક્ષણ કરવા લાગ્યો. કાળક્રમે સંસ્કારબળે સંસારનો ત્યાગ કરી બંનેએ સંયમ ધારણ કર્યો. ઉત્તમપણે સંયમ પામી કાળધર્મ પામ્યાં. તેઓ સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયાં. (ભવ-૨) ભવ-૩
તે વખતે આ ભરતક્ષેત્રને વિષે વૈતાગિરિની હારમાળામાં સૂરતેજ નામે ઉત્તમ જિક નગરી હતી. સુર નામે ચક્રવર્તી રાજા રાજ્ય કરતો હતો. તેને વિદ્યુમ્નતિ નામે પ્રાણવલ્લભા હતી.
ધનકુમારનો જીવ દેવલોકમાંથી ચ્યવન કરીને વિદ્યુન્મતિ રાણીની કુક્ષિએ પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું નામ ચિત્રગતિ પાડવામાં આવ્યું. યૌવનવયને પ્રાપ્ત થતાં રાજ્યને યોગ્ય સર્વ કળાઓમાં તેણે સિદ્ધિ મેળવી.
તે કાળે તે જ પ્રદેશના શિવમંદિર નામના નગરમાં અસંગસિંહ રાજાને શશિપ્રભા નામે રૂપવાન રાણી હતી. દેવલોકમાંથી ચ્યવન કરીને ધનવતીનો જીવ શશિપ્રભા : િરાણીને ઉદરે પુત્રી તરીકે જન્મ પામી. તેનું નામ રાજવતી પાડવામાં આવ્યું. યૌવનવયને ૨ પામતાં તેનું યૌવન પૂર્ણપણે ખીલી ઊઠવું, તેને જોઈને રાજા-રાણી ચિંતિત થયાં કે આ કન્યાને યોગ્ય વર કોણ હશે?
પ
s
-GP "