________________
૧૮૧ નગરમાં પરાક્રમી વિક્રમધન નામે રાજા રાજ્ય કરતો હતો. સાગરમાં સરિતા સમાય છે તેમ તેના રાજ્યમાં અનેક દિશાઓથી સંપત્તિઓનો સંગ્રહ થયો હતો. વર્ષાના મેઘ ગાજે છે તેમ તેની કીર્તિ પણ ગાજતી હતી. તે રાજાને અત્યંત શીલવાન ધારિણી નામે રાણી જી હતી. તેણે પોતાના સ્નેહપાશ વડે રાજાના હૃદયને હરી લીધું હતું. બંને સુખમાં કાળ આ નિર્ગમન કરતાં હતાં. છે એક વખત ધારિણીએ રાત્રિના શેષભાગે આમ્રવૃક્ષને ફલિત થયેલું જોયું, સાથે કોઈ છે દેવવાણી સંભળાઈ કે આ વૃક્ષ ઉત્કૃષ્ટ ફળવાળું થઈને નવ વાર અલગ અલગ સ્થાને આ રોપાશે.
રાણીએ આ સ્વપ્ન રાજાને સંભળાવ્યું. રાજાએ પાઠકોને બોલાવ્યા. તેઓએ કહ્યું કે રે હે રાજન્ ! રાણીની કુક્ષિમાં ઉત્તમ ગર્ભ ધારણ થયો છે. તેઓ ભાગ્યવાન પુત્રને જન્મ આપશે. પરંતુ વૃક્ષ નવ વાર રોપાશે તેનું રહસ્ય અમે જાણી શક્યા નથી. તે કોઈ જ્ઞાનીના જ્ઞાનનો વિષય છે.
ગર્ભસમય પૂરો થતાં રાણીએ દેદીપ્યમાન પુત્રને જન્મ આપ્યો. રાજાએ સમગ્ર જ નગરમાં મહાદાનપૂર્વક જન્મ મહોત્સવ ઉજવ્યો. ગરીબોનાં દારિદ્રશ્ય દૂર કર્યા. કેદીઓને તે મુક્ત કર્યા, સાધુસંતોની સેવા કરી. પુત્રનું નામ ધનકુમાર પાડ્યું. થી એ કાળે ધનધાન્યથી ભરપૂર કુસુમપુર નામનું નગર હતું. યુદ્ધક્ષેત્રે યશસ્વી સિંહ એ નામે રાજા હતો. તેને વિમળા નામે પ્રાણપ્રિય રાણી હતી. તે ઘણા રાજકુમાર અને એક છે પુત્રીની માતા હતી. પુત્રીનું નામ ધનવતી હતું. & ધનકુમાર યૌવનવયમાં આવતાં રાજ્યને યોગ્ય શિક્ષણ પામ્યો. યુદ્ધકળા વગેરેમાં કે આ નિપુણ થયો. સુંદર શણગારથી અલંકૃત થઈ તે રાજદરબારમાં બેઠો હતો, ત્યારે તેના
રૂપથી પ્રભાવિત થઈને એક ચિત્રકારે તે ચિત્ર દોરી લીધું અને અન્યત્ર વિદાય થયો. તે છેફરતો ફરતો કુસુમપુર નગરના ઉદ્યાનમાં પોતાનું આ ચિત્ર મૂકીને બેઠો હતો. તે વખતે છે. ધનવતી પોતાની સખીઓ સાથી ફરતી ફરતી ત્યાં આવી. ધનકુમારનું ચિત્ર જોતાંની સાથે શું છે તેનું હૃદય હરાઈ ગયું. ચિત્રકાર પાસેથી તેણે આ ચિત્રની વિગત જાણી. તેના હૃદયમાં છેધનકુમાર અંકાઈ ગયો.
Kain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org