SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શ્રી નેમનાથ કથા-ચરિત્ર વર્તમાન ચોવીશીના ત્રેવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમિને નમસ્કાર છે. પુણ્યતિશયો, સર્વજ્ઞતા અને વીતરાગની દષ્ટિએ ચોવીસે તીર્થકરોની અત્યંત સમાનતા છે, તેમના જ પુણ્યબળે ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ પાંચે કલ્યાણકો ઇન્દ્રાદિ દેવો આ સમાનપણે ઊજવે છે. અરે ! જિનાલયોમાં જિનપ્રતિમાની સ્થાપના પણ સમાન ધોરણે આ છે હોય છે. પરંતુ આપણા વ્યવહાર-જગત માટે લાંછનથી આપણે નામનું આરોપણ કરી ભક્તિ કરીએ છીએ. છે ભક્તોના અર્થાત્ ભજનારના સંસ્કાર અને મનોભાવ પ્રમાણે કોઈ કોઈ તીર્થંકરની છે વિશિષ્ટતાઓ જગતમાં પ્રસિદ્ધિ પામે છે. જેમ કે દાદા આદેશ્વર એટલે ભક્તો માટે જ શુ વાત્સલ્યમૂર્તિ અને ભક્તિપ્રધાનતાનું સ્થાન શત્રુંજય તીર્થ. કંઈક ચમત્કારિક અને મનવાંછિત પૂર્ણ થાય તેવી વિશિષ્ટતા માટે પુરુષાદાનિય તા પાર્શ્વનાથ તેનું વિશેષ સ્થાન શંખેશ્વર તીર્થ. શુ જીવોને જગતના સંતાપમાંથી શાંતિ જોઈએ તો શ્રી શાંતિનાથ ભગવાન. નેમિનાથ ભગવાનની વિશિષ્ટતા પ્રગટ થઈ, તેમના પૂર્વના આઠ ભવના પતિપત્નીના . - નિર્દોષ જીવન અને ધાર્મિક સંસ્કારના બળે જળવાયેલ દામ્પત્ય જીવનનો ઉચ્ચ આદર્શ, વળી એવા ગાઢ સ્નેહની શૃંખલા પણ પરિભ્રમણનું કારણ છે, તેમ જાણી પીરસેલ ભોજનથાળને પડતો મૂકે, તેમ નેમિનાથ માટે પશુઓના જાનને બચાવવા, પોતે માંડવે છે પહોંચેલ જાનને પાછી વાળી, તે સ્નેહના તાંતણાને તોડીને બ્રહ્મચારી રહીને વનની વાટે આ હું પ્રયાણ કર્યું. તેમના દર્શાનાર્થે ગિરનાર તીર્થનું માહાભ્ય છે. છે એ આઠ ભવમાં આ પુણ્યાત્માઓ જે સ્નેહભર્યું નિર્દોષ જીવન જીવ્યા તે વિષયોની વિષમતામાં આક્રાંત જગતના જીવોને જાણવું જરૂરી છે. સાંસારિક સુખભોગ હોવા છતાં તે એ જીવોએ કેવી પવિત્રતા અને સ્વરૂપનિષ્ઠ જાળવી હશે કે નવમા ભવે તે સંબંધ પ્રતિબંધ ન બનતાં મોક્ષગમનમાં સહાયક બનશે. છે ભવ-૧ છે આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અત્યંત સુશોભિત અચળપુર નામે નગર હતું. તે છે ક For Driver Senasenias Vain Education International RGERY T GK
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy