________________
૧૭૭ - પ્રયત્ન કરે છે. જે દેહને ચક્રવર્તી કે મહામુનિઓ પણ રાખી શક્યા નથી, તે દેહમાં
રહીને મહાત્માઓએ આત્મપદની અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. એ જ માર્ગ પર આ ઉત્તમ છે. પ્રભુનું નિર્વાણ
ભગવાન પાર્શ્વનાથ ત્રીસ વરસ ગૃહવાસમાં રહ્યા હતા. વ્યાસી દિવસ છઘસ્થ દશામાં રહ્યા. વ્યાસી દિવસ ઓછા સિત્તેર વર્ષ કેવળી અવસ્થામાં રહ્યા હતા. સર્વજ્ઞ છે પરમાત્માની નિશ્રામાં જંગલમાં મંગળ વર્તતું. ગામ, નગરોમાં વિહાર કરતા પ્રભુ જગતને દિવ્યધ્વનિ દ્વારા કલ્યાણનો સંદેશો આપી રહ્યા હતા. નિર્વાણના સમયે કે સમેતશિખરના પવિત્ર પર્વત પર પ્રભુ માસક્ષમણ કરીને ધ્યાનાવસ્થામાં શૈલેશીકરણની
અતિ નિષ્કપદશાનો આરંભ કરી અઘાતિ એવાં ચાર કર્મનો આત્યંતિક ક્ષય કરી એક સમયમાં સો વર્ષના આયુષ્યને પૂર્ણ કરી નિર્વાણને પામ્યા. તે ક્ષણે એકાએક અંધકાર વ્યાપી ગયો. દેવો પણ દુઃખી થયા.
છેવટે ઇન્ડે સૌ દેવો અને માનવોને આશ્વાસન આપી સમજાવ્યું કે “પ્રભુના . નિર્વાણનો શોક કરવા જેવો નથી. પ્રભુનો આત્મા અનંતકાળના પરિભ્રમણથી મુક્ત થઈ છે. પરમપદને પામ્યો છે તે આનંદદાયક છે. તેમના નામસ્મરણથી પણ જગતનું કલ્યાણ
થાય છે. માટે નિર્વાણ કલ્યાણક ઊજવી આપણે પાવન થવાનું છે. નિર્વાણની આ અંતિમક્રિયાને પતાવી સો દેવ-દેવીઓ સ્વસ્થાને ગયાં. જોકે પ્રભુના વિયોગે જગતમાં
અંધકારના ઓળા પથરાઈ ગયા ધર્મીજનો પ્રભુવિરહથી દુઃખ પામ્યા છતાં પુનઃ તેવા યોગને પામવા પ્રભુના ઉપદેશને ધારણ કરી, પ્રભુના મહિમાનું ગુણગાન કરી દિવસો વ્યતીત કરવા લાગ્યા. આજે પણ પ્રભુના માર્ગની ઉપાસના અવિરતપણે વહી રહી છે. શિ કેસ્લીક વિશેષતાઓ - જેન ધર્મપરંપરામાં દરેક ચોવીસીમાં ચોવીસ તીર્થકરો હોય છે. વર્તમાન ચોવીસીના - ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથનો અતિશય મહિમા પ્રગટ થયો છે. લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં જ - જન્મ પામેલા શ્રી પાર્શ્વનાથના જન્મદિવસે આજપર્યત સાધકો પોષ દશમના નામે
2
ducationnternational
For Private
Personal use only
www.cainelibrary.org
જિક