SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ છે. પ્રભુ ચોત્રીસ પુણ્યાતિશયયુક્ત હતા. અને પાંત્રીસ ગુણયુક્ત દિવ્ય ધ્વનિ દ્વારા રે છે ઉપદેશ આપતા હતા. પશુ, પક્ષી, માનવ, દેવ સર્વ પોતપોતાની ભાષામાં એ વાણી છે સમજી જતાં અને ભવસાગરને તરી જવાના પુરુષાર્થમાં લાગી જતાં. ઈ પ્રભુના ઉપદેશનો સારાંશ હતો ? આ જગતમાં દરેક પદાર્થ વસ્તુ પોતપોતાના હ સ્વભાવે રહે છે, ટકે છે, લય પામે છે, અને ઉત્પન્ન થાય છે. કોઈ વસ્તુને કોઈ બનાવી છે શકતું નથી, રક્ષી શકતું નથી કે નાશ કરી શકતું નથી. જો કોઈ માનવ કે દેવને એવું ; જે કરવાની શક્તિ હોય તો પણ માનવની ઇચ્છા-વાસનાઓ અનંત છે તે ક્યારેય પૂરી થઈ હું શકે નહિ. વળી કોઈ એવી વિશેષ શક્તિયુક્ત વ્યક્તિ પણ એમ કરી શકે તેમ નથી. જીવ છે માત્ર ભાવ કરે છે કે આમ કરું કે ન કરું; બનવું ન બનવું તે તેના પૂર્વકર્મકૃત છે. કર્મની જ વ્યવસ્થા એવી છે કે ભાવ પ્રમાણે ફળ આપી તે ખસી જાય છે. તેના ફળ-સમયે જીવ પુનઃ જેવા ભાવ કરે છે તેવું ભાવિકર્મ બંધાય છે. પણ ફળ-સમયે જ્ઞાન વડે જ્ઞાતા દ્રષ્ટા જ રહે છે, તો ફળ ખરી જઈ પુનઃ બેસવાની શક્તિ ધરાવતું નથી. જે દરેક વસ્તુનો ગુણધર્મ એ છે કે તે કદી મૂળમાંથી નષ્ટ થતો નથી. વસ્તુની ક અવસ્થા સમયે-સમયે પળ-પળે પરિવર્તન પામે છે. જેમ કે ખુરશી, ટેબલ, મકાન આદિ સમયે સમયે જૂનાં થતાં જાય છે. જ્યારે તે નાશ પામે છે ત્યારે પરમાણુરૂપે રાખ કે રજકણોરૂપે શેષ રહે છે. અવસ્થા બદલાય છે. જેમ સોનાની લગડીમાંથી બંગડી બની અને વળી બંગડીને ગાળીને વીંટી બનાવી તો સોનાની અવસ્થા બદલાઈ, બંગડી મટી વીંટી બની, પણ સોનારૂપ અસ્તિત્વ ટકી રહ્યું. મૂળ વસ્તુનો નાશ ન થવો તે તેનું હું - ધવત્વ છે. સોનાની લગડીનો વ્યય છે, અને બંગડીનું ઉત્પન્ન થવું છે. આ પ્રમાણે દરેક પદાર્થની જેમ દેહથી માંડીને મનોગત વિચારોનો તથા શુદ્ધાત્માના જ્ઞાનાદિમાં ધ્રુવ, ઉત્પાદ અને વ્યયનો એક ક્રમ ચાલ્યા કરે છે. આ વાત જો સમજાઈ જે જાય તો માનવનો હું કરું, મેં કર્યું એ મિથ્યા ગર્વ છૂટી જાય. જીવ જ્ઞાન સિવાય કંઈ છે છે. કરી શકતો નથી. કેવળ મિથ્યાભાવ કરીને સંસારના દોરડે બંધાઈ દુઃખ અને સંતાપને જે નોતરી ભમ્યા કરે છે અને દેહાદિને કે જે અનિત્ય છે તેને સદા સાચવી રાખવાનો in Educacion Dena v e GOOGS છે ?
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy