________________
૧૭૮ ૨ માગશર વદ ૧૦ના દિવસોમાં અઠ્ઠમ તપની આરાધના કરે છે. સવિશેષ તો ગુજરાતમાં
આવેલા મહાન તીર્થ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનો મહિમા ઘણો અદ્ભુતપણે વિસ્તરતો જાય છે ૩ છે. આ તીર્થની યાત્રામાં ચમત્કારિક ઘટનાઓ ઘટી છે. શાસનદેવોની સહાયના અનુભવો | અસ્તિત્વમાં આવ્યા છે. આ પ્રતિમા ઘણી પ્રાચીન છે અને વધુમાંથી બનેલી છે. તેના છે ઉપર મોતીનો લેપ કરી રક્ષવામાં આવી છે.
આ તીર્થમાં ભક્તિની આરાધનાનું પ્રમાણ વિશેષપણે જણાય છે. દિવાળી જેવા હું જી પર્વમાં હજારો માનવો શંખેશ્વર પાર્શ્વનાથનાં દર્શન-પૂજા આદિ માટે ઊમટે છે. જપનું છે આ અનુષ્ઠાન કરે છે. લોકિક ચમત્કારો અનુભવે છે, જાણે છે અને માણે છે. આ ઉપરાંત જે તે ભારતભરમાં પાર્શ્વનાથ પ્રભુનાં સેંકડો તીર્થો છે. કથંચિત્ વધુમાં વધુ પ્રતિમાનું સ્થાપન આ પણ પાર્શ્વનાથ પ્રભુનું હશે તેમ કહી શકાય. લોકોત્તર ધર્મની ભાવનાવાળા પ્રભુની જ વીતરાગતાનું લક્ષ્ય કરી સાધના કરે છે અને શાશ્વત સુખની અભિલાષા સેવે છે. કે છે. ભગવાન પાર્શ્વનાથના પૂજાતિશયતાના પુણ્ય યોગ સ્વ-પર શ્રેયરૂપે અદ્ભુત છે. આ છે ભગવાન શ્રી પાર્શ્વનાથના નિર્વાણ પછી બારસો વર્ષ વીતી ગયાં. બારસો ત્રીસ વર્ષે | આ કલ્પસૂત્ર પુસ્તકરૂઢ થયું-વંચાયું. શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી અઢીસો વર્ષે શ્રી # મહાવીર સ્વામીનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંસી વર્ષે આ કલ્પસૂત્ર ગ્રંથરૂપે છે E પ્રસિદ્ધ થયું અને ત્યારથી કલ્પસૂત્રની વાચના પણ વિસ્તૃત થતી ગઈ.
- શત્રુ હોય કે મિત્ર, સંસારના સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવો અને જીવન પર્યંત કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી એ ખરેખર દુષ્કર કાર્ય છે.
આ સંસારમાં જીવને માટે ચાર પરમ વસ્તુઓ અત્યંત દુર્લભ છે ? (૧) મનુષ્યજન્મ, (૨) શ્રુતિ એટલે શાસ્ત્રશ્રવણ, (૩) ધર્મમાં શ્રદ્ધા અને (૪) સંયમપાલન માટે વીર્ય એટલે આત્મબળ.
lain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org