SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ મહતું પુણ્યના બળે એક વાર રાજ્યના ઉદ્યાનમાં વિપુલમતિ મુનિ મહારાજની ની પધરામણી થઈ હતી. આનંદકુમાર માતાપિતા સાથે દેશના સાંભળવા બેઠો હતો. જ્ઞાની ! મુનિ મહારાજની દેશના પણ અપૂર્વ હતી. આનંદકુમારે બોધ પામી દીક્ષા ગ્રહણ કરી. હું ગુરૂઆશાના ધારક વિનયી બાળમુનિ ઉત્કૃષ્ટ આરાધના કરી રહ્યા હતા. આત્મજ્ઞાનને છે આ ઉજ્વળ કરતાં ધ્યાનનાં શિખરો સર કરતા જતા હતા. સ્વરૂપચિંતનમાં લીન મુનિ એક ૩ી વાર જંગલમાં ધ્યાનદશામાં ઊભા હતા, ત્યાં તો સિંહની ભયંકર ગર્જનાથી આખું જંગલ સ્ટ ધણધણી ઊડ્યું. પશુપંખીઓ પણ થીજી ગયાં. વૃક્ષપાન ધ્રૂજી ઊઠ્યાં. હરણાં સસલાં છે જેવાં ગભરુ પશુઓ તો સંતાઈ ગયાં. ત્રાડ પર ત્રાડ નાખતો સિંહ આગળ ધસમસતો શું હતો. તેની ભયંકર ગર્જનાના પડઘા જંગલમાં ભય પેદા કરતા હતા. મુનિની ધ્યાનદશામાં છે = કંઈ જ ફરક ન પડ્યો. મુનિ અપૂર્વ શાંતિમાં લીન હતા. આ સિંહ મુનિરાજની તદન નજીક આવી ગયો હતો. અજ્ઞાનવશ તેનામાં અતિ હું વેરભાવ જાગ્રત થયો. તેનો સમગ્ર દેહ આવેશથી તરવરી ઊઠ્યો. અને મુનિ ? મુનિ તો હું શાંતમુદ્રામાં દયા અને કરુણાભાવથી ધ્યાનદશામાં લીન હતા. સિંહનો વેરભાવ આસમાને પહોંચ્યો. મુનિનો કરુણાભાવ ચરમસીમાએ પહોંચ્યો. આ સવી જીવ કરું શાસનરસી એસી ભાવ દયા મન ઉદ્ભસી. એવા ઉત્તમ ભાવમાં તીર્થકર નામકર્મનું ઉપાર્જન સહેજે બંધાઈ ગયું. જન્મોથી હું છે ચાલ્યું આવતું વેર સિંહને કુકર્મ પ્રત્યે લઈ ગયું. જીવ જ્યારે પાપથી છવાઈ જાય છે છે ત્યારે તેને વિવેક રહેતો નથી. મોહવશ પરાધીન દશામાં જીવ સપડાઈ મહાદુઃખ પામે છે છે. સિંહની પ્રકૃતિએ ભાગ ભજવ્યો. મુનિને ફાડી ખાધા. મુનિએ તો સમ-સ્વભાવને ધારણ કરી પરિણામને સમતામાં રાખી સમાધિમરણ સાધી લીધું. દેહાધ્યાસથી મુક્ત છે. મુનિએ દેહભાવ તો ત્યજી દીધો હતો. ઉત્તમ ભાવનાએ ઉત્તમ ખોળિયું અર્પી દીધું. ? નવમો ભવઃ દેવ નારક 3 જેમ જૂના વસ્ત્રને સહજ રીતે ત્યજવામાં આવે છે તેમ મુનિ નશ્વર દેહને ત્યજીને છે Jain Education For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy