________________
એવા મુનિના દેહ પ્રત્યે ક્રોધ સહિત ધિક્કાર વ્યક્ત કરી, ભીલ નિકાચિત દુષ્ટ કર્મબંધન . કરી ત્યાંથી ચાલી ગયો. આયુષ્ય પૂર્ણ કરી કરેલાં પાપોને ભોગવવા યોગ્ય સ્થાને વિહરી છે જ ગયો. એક દેવલોકમાં અને બીજો નકલોકમાં. છે સાતમો ભવઃ દેવલોક અને નરકલોક આ મરુભૂતિનો જીવ હાથીના જન્મમાં સદર્શનને પ્રાપ્ત કરી પછીના દરેક જન્મમાં તે ૨ મોક્ષપંથની સીડીનાં સોપાનો સર કરતો આગળ વધે છે. દેવલોકના અહમિંદ્ર પદના , સર્વ સુખભોગોને - પુષ્પયોગને પૂરો કરી લે છે. પરંતુ જ્ઞાનરૂપી ઉત્કૃષ્ટ સથવારો
હોવાથી દેવલોકમાં પણ તે જીવની ઝંખના તો એક જ રહી કે કયારે મુક્ત થાઉં. આ ( ભાવનાને પૂર્ણ કરવા તે અહમિંદ્ર દેવલોકમાં હોવા છતાં મહાવિદેહક્ષેત્રમાં વિહરતા કે છે ભગવાન શ્રી સીમંધરસ્વામીની દેશના સાંભળી ભાવના કરે છે - ઝંખે છે કે આ રે પુણ્યની કેદમાંથી ક્યારે છૂટું, ને મનુષ્યજન્મ પામું, સંયમને ધારણ કરીને મુક્તિને છે છેસાધુ, સંસારને દેશવટો આપી શકાય તેવાં સંયમ ચારિત્રની આરાધનાનો સંયોગ છે એ દેવલોકમાં નથી. છતાં સમ્યગ્દષ્ટિ આત્માઓ પાસે જ્ઞાનધારાનું બળ હોવાથી તે જીવો આ કે પ્રભુભક્તિના જન્મકલ્યાણક આદિ દરેક અવસર દ્વારા આત્મસાધનાનું બળ વધારતા
રહે છે અને સમકિતને શુદ્ધ કરતા રહે છે. 2 આઠમો ભવઃ રાજકુમાર અને સિંહ
આવી ઉત્કૃષ્ટ ભાવનાઓ ભાવતાં વળી અવધિજ્ઞાન વડે પૂર્વના મુનિપણાનીમાં આરાધનાના સુખનું સ્મરણ કરતાં આયુષ્ય પૂર્ણ થયે ભગવાનનો જીવ અયોધ્યા નગરીના વજબાહુ રાજાની પ્રભાવતી રાણીની ક્ષિએ પુત્રપણે જન્મ પામ્યો. માતાપિતાએ પુત્રપ્રાપ્તિના આનંદમાં તેનું નામ આનંદ રાખ્યું. રાજ્યને યોગ્ય સર્વ કળાઓમાં નિપુણતા.
મેળવવા છતાં પૂર્વજન્મના દઢ સંસ્કારોને કારણે આનંદકુમાર આત્મકલ્યાણને અનુરૂપ રૂ ધર્મારાધનમાં પણ પ્રવૃત્ત હતો. અને સર્વ પદાર્થોથી વ્યાવૃત થવાના ભાવો અંતરંગમાં દઢ શું કરતો જતો હતો. છેલ્લા ભવોમાં મુનિપણાનું આરાધન કરેલું હતું. તેના સંસ્કારોથી કે આનંદકુમારનું અંતરંગ તો આત્મભાવને ભજતું ઉદાસીનભાવ પ્રત્યે ઢળેલું હતું. આ
YAXASXAXXXXXXXXXX
EdJain Education International
For Private Personeses