SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ HUA જ સ્વર્ગારોહણ કરી ગયા. સિંહ પોતાના જ દુષ્કૃત્યના પરિણામે વળી નરકગતિમાં ઉત્પન્ન જ થઈ મહાદુઃખ પામ્યો. છે કર્મની ગતિની વિચિત્રતા જ વિચારવાનને વિભ્રાંતિથી વિમુક્ત કરે છે. કર્મની વ્યવસ્થા - જ એવી છે કે જીવ જેવાં પરિણામ કરે તેવી તેની અવસ્થા થાય. શુભ-અશુભ કર્મના આ ચકરાવે ચડેલો ચતુર જીવ કર્મને ભોગવ્યા વગર છટકી શકતો નથી. આજે અદ્યતન સાધનો, આહારવિહારમાં લુબ્ધ જીવોને ભલે આવું કાંઈક વિચારવાની ફુરસદ ન હોય પણ કર્મની શૃંખલા તેની ફુરસદને દુઃખના ફંદમાં ફેરવી નાખે છે. ત્યાં તેને તેના પ્રિયજનો, મિત્રો છે કે વૈદ્યો પણ બચાવી શકતા નથી. અરે ! આ જમાનામાં તો સામેય જોતા નથી. છે. આજની વિપુલ સામગ્રીના ભોગવિલાસમાં જનતા હિંસા-અહિંસાના મૂળધર્મને જ એ ચૂકી જઈ કઠોરતા પ્રત્યે જઈ રહી છે. જો રોગ, શોક, દુઃખ કે મૃત્યુ જેવું વિદાયનું દર્દ ન હોત તો જીવો કયારેય પણ આત્મસુખનો વિચાર કરી શકતા નહિ. ધર્મવિમુખ આ જીવોનું જીવન કેવું કંગાળ થઈ ગયું છે ! માનવી આકૃતિએ માનવ હોવા છતાં પ્રકૃતિએ આ પશુવૃત્તિથી પામરતા પામતો જાય છે. અને પાછો પશુપ્રકૃતિમાં જીવનને ફેરવી નાખે છે છે. એક જ વંશમાં જન્મેલા, માતાપિતાનાં સમાન વારસો અને શિક્ષણ પામેલા મરુભૂતિ અને કમઠના જીવનરાહો કેવા ફંટાઈ ગયા! એક જીવનની શુદ્ધિની ચરમસીમાનાં છે. શિખરો ચડતો ગયો અને બીજો ઊંડી ખીણમાં ગબડતો ગયો. એમ આઠ ભવ અને જ દીર્ઘકાળ નીકળી ગયો. મેં તે કાળે, તે સમયે વારાણસીની પવિત્ર નગરીમાં વિશ્વસેન રાજા રાજ્ય કરતો હતો કે તેને વામાદેવી નામે ગુણસંપન્ન રાણી હતી. તે રાજદંપતીએ ધર્મ-આરાધનાના બળે દેવગુરુની પ્રસાદીરૂપે સમકિતની પ્રાપ્તિ કરી હતી. ઉદારચિત્ત ધર્માનુરાગી રાજાના રાજ્યમાં સર્વત્ર શાંતિ વર્તતી હતી. પ્રજા અને રાજા બંને સુખી હતાં. શાંતિના એ કાળમાં રાજાની એ નગરી પંડિતવર્ષોથી શોભતી હતી. મુનિ મહારાજોનું આવાગમન રાજા તથા પ્રજાને જાગ્રત રાખતું હતું. જિનપ્રાસાદોમાં ભક્તિગાનનો મહિમા વધતો જતો હું હતો. આમ રાજ્યમાં સુખશાંતિ વર્તતાં હતાં. કપ) VYVRAU VYPRAVA
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy