SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ મુનિરાજની નજીક આવી સૂંઢ નમાવીને તેમના ચરણે બેસી ગયો. મુનિરાજે તેના પ્રત્યે છે શું કરુણાભરી નજર કરી તેને આવકાર્યો. - થોડી ક્ષણો માટે મુનિરાજે આંખ બંધ કરી ત્યારે ધ્યાનમાં જણાયું કે હાથી તે મરુભૂતિનો જીવ છે. મૃત્યુસમયના અશુભ પરિણામથી તે તિર્યંચગતિને પામ્યો છે. આ છેઆથી તેમના મનમાં હાથી પ્રત્યે અનુકંપા જાગી. તેમણે હાથીને ઉદ્દેશીને કહ્યું કે, હે . - વત્સ! તને આજે સુંદર યોગ મળ્યો છે. તારા પૂર્વભવને વિચારી જો અને બોધ પામ. - આ સંસારની રચના ઘણી વિચિત્ર છે. મહામોહનિદ્રાવશ જગતમાં અજ્ઞાની જીવો ભૂલા હે પડી, વિષને અમૃત ગણી તેનું પાન કરી પુનઃ પુનઃ મૃત્યુ પામે છે. પુણ્યબળે કંઈક સુખ = પામી વળી અતિ દુઃખને ભોગવે છે. તારા મહતુપુણ્યનો ઉદય થયો છે. આ બોધ ધારણ કરી તું સમતાને ધારણ કર. છે મુનિનો ઉપદેશ સાંભળીને હાથની આંખમાંથી અશ્રુનો પ્રવાહ વહી રહ્યો હતો. આ મૂંગું પ્રાણી અશ્રુબિંદુઓ દ્વારા ઘણું કહી રહ્યું હતું કે હે ગુરુદેવ ! હવે આ સંસારના આ ત્રિવિધ તાપથી તારો. એવું રહસ્ય સમજાવો કે જન્મ મરણ મટી જાય. હાથી દેશના [ સાંભળતો હતો. ઉત્કૃષ્ટ પરિણામોની ધારામાં તે તલ્લીન થતો હતો. તેવી સુભગ પળે પદ મુનિરાજની નિશ્રામાં તેને સમ્યગુદર્શન પ્રગટ થયું. ધન્ય તેના પરિણામને કે તિર્યંચ - હોવા છતાં તેણે મોક્ષના દરવાજાને ટકોરા મારી ભગવાનને સંદેશો આપી દીધો કે હું પણ આપના જ માર્ગે આવી રહ્યો છું. છે. ત્યાર પછી મુનિરાજ આગળ વિહાર કરી ગયા. હાથી દર્શનની પ્રાપ્તિના આનંદમાં છે ત્યાં ત્રણ દિવસ બેસી રહ્યો. હજી તેની શ્રવણેન્દ્રિયમાં દિવ્ય દેશનાનો ગુંજારવ ચાલી રહ્યો હતો. “હે વસ્ત! તું બોધ પામ, બોધ પામ, બોધ પામ.” જે ત્રણ દિવસની સહેજ થયેલી અઠ્ઠમની ભાવના વ્યક્ત કરતો, સર્વ જીવ પ્રત્યે છે મૈત્રીભાવને સેવતો સરોવરની દિશામાં જઈ રહ્યો હતો. એ જ માર્ગમાં એક સર્પ પસાર { થતો હતો. તેણે હાથીને જોયો અને જાણે જન્મોનું વેર હોય તેમ હાથી પ્રત્યે જઈને તેના છે.
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy