________________
૧૬૨ આ વળી દુષ્ટ કર્મો આચરતો રહ્યો. તેના પરિપાકરૂપે તે જંગલમાં તે વિષયુક્ત ફણીધરો થયો. બન્ને ભાઈ કર્મની વિચિત્ર શંખલામાં અટવાઈને તિર્યંચયોનિ પામ્યા.
મરુભૂતિના મૃત્યુના સમાચાર જાણી અરવિંદ રાજા ઘણા શોકાતુર થઈ ગયા. સંસારના વિચિત્ર સ્વરૂપને વિચારતા તે સમી સાંજે મહેલની અટારીમાં બેઠા હતા. આ વર્ષાકાળ હોવાથી આકાશમાં વાદળોના અવનવા આકાર રચાતા હતા અને વિપરાતા જ હતા. પ્રકૃતિની આવી સર્જન-વિસર્જનની ક્ષણભંગુરતા જોઈ રાજાના મનમાં એવો
વિચાર જાગ્યો કે સંસારના સુખભોગ પણ આવા નશ્વર છે. તેમાં રાચીને માનવભવ ન હારી જવા જેવો નથી. રાજાના આ મનોભાવનો જાણે પડઘો પડ્યો હોય તેમ તે જ છે આ સમયે દ્વારપાળે રાજાને સમાચાર આપ્યા કે ઉદ્યાનમાં આચાર્ય ભગવંત પધાર્યા છે. જ જ દ્વારપાળને ભેટશું આપી વિદાય કર્યો અને રાજા ઉત્સાહભેર તે દિશામાં વંદના કરી આ આનંદિત થવાથી આચાર્યશ્રીના દર્શનનાં સ્વપ્ન સેવતો નિદ્રાધીન થયો.
વહેલી સવારે રાજા યથોચિત તેયારી કરી ગુરુવંદના માટે ઉદ્યાનમાં પહોંચી ગયો. તે આચાર્યશ્રીની અમૃતમયી વાણી સાંભળી રાજાના મનમાં ઉત્તમ ભાવો જાગ્યા. એની | વૈરાગ્યભાવના દૃઢ થઈ. એણે રાજદરબારમાં જઈને જાહેર કર્યું કે કાલે સવારે છે આ રાજકુમારનો રાજ્યાભિષેક કરવામાં આવશે અને તે પછીના મુહૂર્ત રાજા સર્વસંગપરિત્યાગ કરે ન કરી ગુરુચરણની ઉપાસના કરી આત્મસાધનાર્થે જીવન ગાળશે.
હાથી બોધ પામ્યો છે અરવિંદ રાજા મુનિપણું સ્વીકારી જંગલમાં વિશાળ સંઘ સાથે વિહરી રહ્યા હતા. જંગલમાં એક જગાએ સંઘનો પડાવ પડ્યો હતો. ત્યાં અચાનક સૌ દોડાદોડી કરવા લાગ્યા. જંગલના હાથીને પોતાની ભૂમિ પર માનવસમૂહે જમાવેલું આધિપત્ય પસંદ ન
હતું, તેથી તે તોફાને ચડ્યો હતો. સૂંઢ વડે વૃક્ષોને ઊખેડતો, માનવોને ઉછાળતો, આ ધસમસતો એક વૃક્ષ નીચે મુનિરાજ બેઠા હતા ત્યાં આવી પહોંચ્યો. પણ આ શું? એણે છે દૂરથી મુનિરાજની છાતી વચ્ચે એક કમળ જેવું ચિહ્ન જોયું, અને ક્ષણભર તે વિચારમાં ન પડી ગયો. તેને થયું કે આવું કંઈક મેં જોયું છે. તોફાન શમી ગયું અને ધીમા પગલે
Main Education International
For Private & Personal Use Only
www.jainelibrary.02