SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ MOBOCZERWOOOOOOOOOOO આ રીતે સો સો ગ્રંથોની પ્રમાણવાળી શતીઓમાં રચેલું છે, જેથી તેમાં પછીના ઉમેરા થવા ન પામે. કલ્પસૂત્રમાં આવા ૧૨૧૬ ગ્રંથો હોવાથી તેને બારસે સૂત્ર” કહેવામાં આવે છે. આ છે છતાં તેમાં ક્યાંક ફરક જોવામાં આવે છે. પહેલાંના વખતમાં આખું કલ્પસૂત્ર પર્યુષણની પ્રથમ રાત્રિએ (ટીકા પ્રમાણે અંતિમ હે રાત્રિએ) વાંચવામાં આવતું હતું. પરંતુ આનંદપુરના રાજા ધ્રુવસેનને તેના સેનાગંજ છું છે નામના પ્રિય પુત્રના મૃત્યુશોકથી મુક્ત કરવા અર્થે સભામાં વાંચવાની શરૂઆત થઈ, હું છે ત્યારથી તેની નવ વાચનાઓ થાય છે. છે કલ્પસૂત્રની મુખ્ય ત્રણ ટીકાઓ નીચે પ્રમાણે છે: (૧) વિનયવિજયજી કૃત સુખબોધિકા, સં. ૧૯૬૬, ગ્રંથપરિમાણ ૫૪૦૦ છે. અત્રે છે મુંબઈના સંગ્રહનો ઉપયોગ કર્યો છે. જ (૨) ધર્મસાગરકૃત કિરણાવેલી ઉર્ફે વ્યાખ્યાનપદ્ધતિ, સં. ૧૬૨૮. ગ્રંથસંખ્યા ૭૦૦૦ છે. મુંબઈ. આ (૩) સમયસુંદરકૃત કલ્પલતા. બાદશાહ અકબરના વખતનું અનુમાન કરી શકાય છે. એ કથંચિત્ સં. ૧૬૯૯ની છે અને ગ્રંથસંખ્યા ૭૭૦૦ છે. છે. ત્યાર પછી અન્ય ટીકાકારોની પણ લક્ષ્મીવલ્લભકૃત કલ્પદ્રુમ જેવી સૂત્ર રચનાઓ ધ થઈ છે. ડૉ. હર્મન જેકોબીએ આ પ્રસ્તાવનામાં સર્વત્ર શ્વેતાંબર સંપ્રદાયનો જ આધાર એ લીધો છે. કેટલાંક વિધાનો દિગંબર સંપ્રદાયથી ભિન્ન પડે છે. ભદ્રબાહુસ્વામીને ર શ્રુતકેવળી તરીકે બંને આમ્નાય સ્વીકારે છે. ત્યાર પછીની પરંપરામાં બંને સંપ્રદાયમાંથી ભિન્નતા જોવામાં આવે છે. (શ્રી વિનયવિજયજીકૃત સુખબોધિકા ગ્રંથની ડૉ. હર્મન જેકોબીની પ્રસ્તાવનામાંથી મુખ્ય મુખ્ય નોંધો લીધી છે. આ શ્રી કલ્પસૂત્ર કથાસાર એ ગ્રંથના મુખ્ય આધારે જ રચવામાં આવ્યો છે.) www.jainelibrary in Education International ડિવિલિ For Private & Personal Use Only કિરિો દ્વારા
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy