SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ રાજાને રાજ્યવિસ્તાર માટે, અને કોઈ પૂર્વગ્રહની પ્રસાયેલી તેની વૃત્તિએ ચંપાનગરી - ઉપર હુમલો કર્યો, દધિવાહન રાજા હાર્યો. આ સંગ્રામમાં જીતેલા સૈનિકોની પાશવી વૃત્તિએ નગરમાં જુલમ ગુજાર્યો, જાનને - જોખમે લડેલા જાણે કંઈક બદલો લેવાનો હોય તેમ સૈનિકોએ નગરને લૂંટ્યું. તેમાં મુખ્ય - સુભટ હતો કાકમુખ, જે ખરેખરો હતો તો કાળમુખ જેવો તે રાજમહેલ પર ત્રાટક્યો. હિ - રાણી ધારિણીએ રાજકન્યા વસુમતી સહિત શીલની રક્ષા માટે વનની વાટે દોટ . મૂકી. વિકારનો શિકાર બનેલો તે કાકમુખ તેમની પાછળ પડ્યો; અને મા-પુત્રીને E પકડી પાડ્યાં. સુભટે ધારિણીને કહ્યું કે “તને મારી પત્ની બનાવીશ, પછી તું ખૂબ સુખી થઈશ.” પરંતુ ધારિણીને શરીરના સુખ કરતાં શીલની રક્ષા પ્રિય હતી. આથી તેણે જ્યારે સાંભળ્યું કે આ સૈનિક તેને પોતાની પત્ની બનાવશે અને તેના જીવમાં એવો ફફડાટ વ્યાપી ગયો છે, તેનું પ્રાણપંખેરુ ક્ષણમાત્રમાં દેહને ત્યજીને ઊડી ગયું. આમ આ પ્રાણરહિત દેહ સેનિકને સોંપી દીધો. પ્રાણ વગરના દેહને તે શું કરે ! ક્ષોભ પામેલા - સુભટે વસુમતી તરફ જોયું. નિર્દોષ હરણી જેવી શિશુવયમાં આવેલી કન્યા ફફડતી હતી કે કાકમુખને સ્વાર્થબુદ્ધિએ કંઈક સમ્બુદ્ધિ આપી કે આ કન્યા પણ જો માનો માર્ગ પકડશે તો કન્યા અને કંચન બંને જશે, આથી તેણે વસુમતી પ્રત્યે સ્નેહ દર્શાવ્યો અને તેની ક્ષમા માગી, તેની તરફ નિર્દોષ વર્તાવ કર્યો. છે. અશુભકર્મનો ભોગ બનેલી એ કન્યાને માટે હાલ તો નવકારમંત્રનું શરણ જ રક્ષક હતું. વસુમતીને લઈને તે સુભટ કૌશબ્બી પહોંચ્યો, અને પોતાના સ્વાર્થને કારણે વસુમતીને તેણે ગુલામના બજારમાં વેચાણ માટે ઊભી રાખી. કોઈ પુણ્યોદયે તે વખતે ત્યાં આવી ચઢેલા ધનાવહ શેઠે વસુમતીને જોઈ, અને તેના મુખ પરની કાંતિ, નિર્દોષતા અને નવકારમંત્રના સ્મરણથી ઊપસેલી સંસ્કૃતિએ, ધનાવહ શેઠના દિલમાં અનુકંપા અને સદ્ભાવ પેદા કર્યા. ઘણું ધન આપીને પણ તેમણે એ કન્યાને ખરીદી લીધી, અને શું જાણે પિતા પુત્રીને લઈ જતા હોય તેમ તેને પોતાને ઘરે લઈ આવ્યા. કન્યાને મૂળા શેઠાણીને સોંપી, અને કહ્યું કે આ કન્યા આપણી પુત્રી જેવી છે, તેને સાચવજે. શીતળ, સ્વભાવની એ કન્યાનું નામ ચંદના રાખવામાં આવ્યું. {in Educવસુમતીએ પણ પોતાના ઉદયમાં આવેલી પ્રતિકૂળતાનો પ્રતિકાર ન કરતાં, પણ
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy