________________
૧૧૦
પ્રતિકૂળતાને પોતે અનુકૂળ થઈ રહી, કાર્યકુશળતા, વિનય અને નવા નામ પ્રમાણે શીતળ પ્રકૃતિને કારણે ઘરમાં સૌને પ્રિય થઈ પડી. છતાં રાજકન્યા મટી દાસી બની હતી, અને દાસીને યોગ્ય સર્વ કાર્ય કરતી હતી. જો કે શેઠ તેના પ્રત્યે પુત્રીવત્ અત્યંત સ્નેહભાવ દર્શાવતા હતા.
એ કોણ છે ? ચાંથી આવી છે તે પ્રશ્નમાં ચંદના હંમેશાં મૌન ધારણ કરતી. ગુપ્તપણે જીવમાં રહેલું હીર-નૂર પ્રગટ થવામાં કોઈક વાર અજબ ઘટનાઓ ઘટતી હોય છે. માનવપ્રાણીની બુદ્ધિ તેનું માપ કાઢી શકતી નથી. સમયના વહેણ સાથે ચંદનામાં યોવન પ્રવેશ પામ્યું, આથી ચંદના તરફ પ્રીતિ ધરાવતી છતાં ક્યારેક મૂળા શેઠાણી કે જે ચાર દીવાલમાં સ્ત્રીપણે જીવેલી હતી, તેની પ્રકૃતિમાં કંઈક સંકુચિતતા ઊભી થતી. તેને કચારેક મૂંઝવણ થતી કે આવી રૂપાળી કન્યામાં ખીલતું યૌવન, શેઠનો તેના પરનો સ્નેહ, હાલ પુત્રી મનાતી આ કન્યા તરફ શેઠ મોહિત થઈ પરણે તો મારી દશા શું થાય ? મૂળા શેઠાણીમાં આ વિચારે એવો ઘેરો ઘાલ્યો કે તેનું ચિત્ત ક્ષુબ્ધ થઈ ગયું. પછી તે દરેક પ્રસંગને શંકાથી જોવા લાગી.
ભાઈ ! અશુભકર્મના ઉદયને આમંત્રણની જરૂર પડતી નથી. તે તેનો સમય પાકતાં સ્વયં ઉપસ્થિત થઈ જાય છે.
મૂળાનો પ્રકોપ
એક દિવસની એ વાત છે. ગ્રીષ્મઋતુના દિવસોમાં ખરા બપોરે તાપથી અને કાર્યથી પીડિત થયેલા શેઠ ઘરે આવ્યા. ત્યારે ચંદના જ ફક્ત ત્યાં હાજર હતી, પિતૃભક્તિથી પ્રેરાઈને અન્ય સેવક હાજર ન હોવાથી તે ઠંડું પાણી લાવી અને શેઠના પગ ધોવા લાગી. તે જ વખતે તેના શ્યામ કેશકલાપને શું સૂઝ્યું કે તેણે પોતાનું સ્થાન છોડી ભૂમિને આલિંગન કર્યું, ધોવાતા પગના મલિન પાણીમાં કેશકલાપ મલિન ન થાય તેવા નિસ્પૃહ ભાવથી શેઠે તેને પોતાના હાથ વડે ધારણ કરી તેના ખભા પર ગોઠવી દીધો.
ઓહ ! એ જ વખતે મૂળાએ ઉપરના માળથી આ દશ્ય જોયું અને ચિત્તમાં પડેલા પેલા તકે તરત જ આ દેશ્યને ઝડપી લીધું. પછી બીજા નાના ઘણા પ્રસંગો એ તર્કની સરિતામાં ભળી ગયા અને મૂળાનો તર્ક સાગર જેવો થઈ પડ્યો. મૂળા અત્યંત ભયભીત