SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ T બાજીરાવ ll flહી છે aal || kamalAI|| Selfillહારાણક! ૧૦૮ પણ સ્ત્રીનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નહિ, ગણિકાઓનું કાદવસમું જીવન, દાસીપણાની આ પરાધીનતા, રામયુગમાં ય આવું બન્યું અને મહાવીરયુગમાં પણ એ બનતું. - સ્ત્રીને જગતમાં આત્મવત્ માનવાની શિક્ષા આ દષ્ટાંતથી મહાવીરે પ્રગટ કરી છે. = જાણે કે સહજપણે જ સ્ત્રીજીવનના અવમૂલ્યનને દૂર કરવા તેઓએ અભિગ્રહ ધારણ કર્યો. “દાસત્વ પામેલી રાજકન્યાને હસ્તે પારણું કરીશ. તેનું મસ્તક મંડિત હશે. પગ જંજીરોથી જકડાયેલા હશે. તેની પાસે સૂપડામાં ફક્ત બાફેલા અડદ હશે. તે ઉંબરાની અંદર નહિ તેમ બહાર પણ નહિ એમ ઊભી હશે. સમય મધ્યાહ્નનો હશે. ત્રણ દિવસની ઉપવાસી હશે. સજળ નયનો હશે.” અતીન્દ્રિયજ્ઞાનની લબ્ધિ વગર કોઈ જીવનના ઉદ્ધારનું આવું અનુપમ દૃશ્ય અભિગ્રહમાં આવવું સંભવિત જણાતું નથી એવું લાગે છે. આવો ગૂઢ સંકેત કેવી રીતે ? ફી પ્રગટ થયો તે જોઈએ. સ્વયં ભગવાન સિવાય કોઈ જ જાણે નહિ એવો આ અભિગ્રહનો પ્રારંભ થયો. કે જ દિવસો વિતવા લાગ્યા અને મહિનાઓ પણ વીતવા લાગ્યા. પાંચ માસ ને પચીસ દિવસ - પૂર્ણ થયા. કૌશંબીના રાજા અને પ્રજા સૌ ચિંતિત હતાં. ભગવાન ભિક્ષા માટે મધ્યાહ્ન પર કે નીકળતા, અને ભિક્ષા ગ્રહણ કર્યા વગર જ પાછા ફરી જતા. ભગવાનનો અભિગ્રહ પણ પર કોઈની કલ્પનામાં આવે તેવો ન હતો. યોગાનુયોગ જ ઘટના ઘટે તેવો અભિગ્રહ હતો. = શુભ-અશુભનું તાંડવ, કેમ રચાયું? - શુભયોગમાં ભરોસો રાખનાર પ્રાણી અશુભના ચોઘડિયામાં કેવો આવી જાય છે કે છે જ તેણે ભોગવેલાં સુખ તો સ્વપ્ન જ બની જાય છે. ચંદના માટે આવું જ કંઈ બની ગયું. એ = તે કાળના બે રાજાઓ. એક દધિવાહન ચંપાનગરીનો રાજા અને બીજો કોશંબીનો શતાનીક રાજા હતો. શતાનીકનું કોસંબીનું રાજ્ય કાંઈ તેને સૂવાબેસવા કે કોઈ પ્રકારના દિ સાંસારિક સુખ માટે નાનું પડે તેવું ન હતું. પરંતુ મહત્ત્વાકાંક્ષાને માંડવે બેઠેલા એ= [
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy