SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ 6}{col ૧૦૭ છ માસ સુધી ઘોર ઉપસર્ગો કરવા છતાં પ્રભુને ચલાયમાન ન કરી શકવાથી પ્રતિજ્ઞાભંગ થયેલા શ્યામ મુખવાળા સંગમને દેવલોક તરફ આવતો જોઈ ઇંદ્રે અન્ય દેવોને આજ્ઞા કરી કે આ પાપાત્માનું મોં જોવું તે પણ મહાપાપ છે. તેણે જગદંઘ આપણા સ્વામીની ઘણી કદર્શના કરીને મહાઅપરાધ કર્યો છે. તેણે કોઈનો ડર પણ ન રાખ્યો. તે અપવિત્ર દુરાત્માને હવે સ્વર્ગમાં રાખી શકાય નહિ. અને ઇંદ્રે તેને લાત મારીને ધિક્કારી કાઢ્યો. તે જોઈને અન્ય દેવોએ તેના પર પ્રહાર કરી તેને સભામાંથી બહાર ખેંચી કાઢો. દેવીઓ પણ તેના પર આક્રોશ કરવા લાગી. ચારે બાજુથી ધિક્કારને પામતો તે પ્લાનમુખે મેરુ પર્વતની એક શીલા પર ગયો. તેની અનુરાગિણી કેટલીક દેવીઓ ઇંદ્રની આજ્ઞા લઈ તેની સાથે રહી. સંગમે બાકીનું આયુષ્ય ત્યાં જ પૂર્ણ કર્યું. પ્રભુ ઉપસર્ગરહિત વિહાર કરતા હતા. ત્યાં માર્ગમાં અનેક દેવો જે છ છ માસથી નિરૂપાય બનીને ઉદ્વેગ પામ્યા હતા તે સર્વ પ્રભુના ધૈર્યગુણથી પ્રભાવિત થઈ તેની પ્રશંસા કરી પ્રભુને વંદન કરી, સુખશાતા પૂછી પાવન થતા હતા. પ્રભુ આલંભિકા નગરી, વારાણસી, શ્વેતાંબિકા, કોશાંબી, રાજગૃહ, મિથિલા વગેરે નગરીઓમાં વિહાર કરીને વૈશાલી નગરીમાં ચાતુર્માસ રહ્યા. વળી પાછા કૌશાંબી નગરીમાં પધાર્યા. અભિનવ અભિગ્રહનો મર્મ પ્રભુ મહાવીરની તપશ્ચર્યા પણ અનોખી હતી. તેમના અતીન્દ્રિયજ્ઞાનમાં અતીત અને અનાગત કેવા સ્વરૂપે ઝળકતા તે ઘટેલી ઘટનાઓ પરથી સમજાય છે. જ્યાં માનવીને મોત દેખાય ત્યાં પ્રભુને કોઈ અમરત્વનું રહસ્ય દેખાય, તેથી તો દૃષ્ટિવિષ સર્પની સન્મુખ જઈ, અમીદ્રષ્ટિ વડે દૃષ્ટિવિષ તેમણે હરી લીધું અને સર્પને જીવનનું અમૃત આપ્યું. એકસો પંચોતેર દિવસના એ તપમાં પણ એવું જ કોઈ ગૂઢ રહસ્ય નિર્મિત થયું હતું. પ્રભુએ એક ઉગ્ર અભિગ્રહ ધારણ કર્યો, એ પ્રગટ થયો એકસો પંચોતેર દિવસ પછી. ત્યાં સુધી કોઈ એનો મર્મ જાણી શક્યા ન હતા. એ અભિનવ અભિગ્રહમાં કેટલાં તથ્યોનું પ્રભુએ નિરાકરણ કર્યું હતું. જે કાળમાં સ્ત્રીની જીવનદશા મહદંશે અત્યંત અંધકારમય હતી. એક રાજાને અનેક રાણીઓ. In Education International For Private & Personal Use Only www.jainelibrary.or
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy