SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Fees IIIII) ૧૦૬ આ કથનથી કવિના મુખમાંથી ઉદ્ગાર નીકળી પડ્યા કે : બલ જગāસન-રક્ષણક્ષમ, કૃપા ચ સાસંગમકે કૃતાગસિ, ઇતીવ સંચિત્ત્વ વિમુચ્ચ માનસ, રુષેવ રોષસ્તવ નાથ ! નિર્ણયો. હે નાથ ! આપનું બલ જગતનો નાશ કરવા અને રક્ષણ કરવા સમર્થ હોવા છતાં 2 મહા અપરાધી એવા સંગમ પર આપે તો અનહદ કૃપા વરસાવી. તેમ વિચારી રોષ છે તે પોતે જ રોષ કરીને આપના મનને ત્યજીને ચાલ્યો ગયો. આટલું બળ હોવા છતાં ખરે છે તે સમયે મારો જરા પણ ઉપયોગ ન કર્યો અને અંત સુધી દયાને જ ધારણ કરી તો પછી મારે તેમના ચિત્તમાં શા માટે રહેવું? તેમ વિચારી ક્રોધ સ્વયં ત્યાંથી દૂર ચાલી ગયો. સર્વ પ્રકારે સંગમ નિષ્ફળ ગયો. છતાં હજી તેનો અહ છૂટ્યો ન હતો. સવાર થતાં - પ્રભુ આગળ વિહાર કરી ગયા. સંગમ તેમની પાછળ જતો અને આહારને દૂષિત કરી નાખતો. આમ છ માસ સુધી તે પ્રભુની પાછળ ફરતો રહ્યો. પ્રભુએ છ માસના સહજ છે ઉપવાસ કર્યા. અને જ્યાં પારણા માટે નીકળ્યા ત્યાંયે વળી તે જ સ્થિતિ. વળી પાછા ફરી = પ્રતિમા ધારણ કરીને રહ્યા. સંગમે નિરાશ થઈ જોયું કે કોઈ પ્રકારે પ્રભુ ચલિત થાય તેમ છે > નથી. તેથી મનમાં ઉદ્વેગ પામ્યો, અંતે પ્રભુની ક્ષમા માગવા લાગ્યો, અને બોલ્યો કે : છે “હે સ્વામી, શક્રેન્દ્ર સુધર્માસભામાં આપના પરાક્રમની જેવી પ્રશંસા કરી હતી તેવા, તેથી પણ અધિક બળવાળા છો. મેં આપની શક્તિને જાણી નહિ. ઘણા ભયંકર ઉપસર્ગ કરી, અનેક અપરાધ કર્યા છે. તેની મને ક્ષમા આપો.” આ પ્રમાણે કહી તે છે લાચાર મુખવાળો સૌધર્મ દેવલોક તરફ વિદાય થયો. આ બાજુ ગામ તરફ જતી એક ગોવાળણે પ્રભુને પારણું કરાવ્યું. તે દાનથી સંતુષ્ટ થઈ દેવોએ પાંચ દિવ્ય પ્રગટ = - કર્યા. ગોવાળણી તરી ગઈ. છે શક્રેન્દ્રની સ્થિતિ કફોડી હતી. તે સંગમને વારી શકે તેમ હોવા છતાં પ્રભુના બળ માટે કોઈને વિકલ્પ ન થાય તેથી મૌન ધારીને બેઠા હતા. અરે ! તેની આખી સભા છે. = ઉદ્વેગ પામી ગઈ હતી અને ગાયન-નાચ વગેરે પણ બંધ થઈ ગયાં હતાં. કેન્દ્ર અતિ , શોકમગ્ન થઈ ગયા હતા. આ ઉપસર્ગોનું કારણ હું જ છું તેમ ચિંતવતા દીનદષ્ટિવાળા : કે વ્યગ્રચિત્તે તે બેઠા હતા. * પ gain Education International Shri For Private & Personal Use Only www.jainelibrary.o Ilibi 411K WINS IN THIS 4112 NYINIO
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy