SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ COX}LenveniDIUMIVUURVULUWVuL ૧૦૫ કે સંગમે વિચાર્યું કે ઇંદ્રસભામાં પ્રતિજ્ઞા કરીને આવ્યો છું તેથી પાછો પડું તો મોટું શું બતાવું? આ મુનિ પણ કોઈ વિચિત્ર લાગે છે. હજી સુધી જીવતો રહ્યો છે. જીવતો હશે ત્યાં સુધી ધ્યાન નહિ છોડે. એમ વિચારી ક્રૂર મનવાળા તે સંગમે છેવટે મરણિયો ઉપાય એ શોધી કાઢ્યો અને અતિ વજનદાર કાળચક્ર ઉત્પન્ન કર્યું, અને જોરથી પ્રભુના શરીર પર છે પર ઝીંકી દીધું, જેના પડવાથી મેરુ પર્વતની શીલાના ચૂરેચૂરા થઈ જાય. આશ્ચર્ય ! પ્રભુ તો હું = અડગ જ રહ્યા. જોકે એ કાળચક્રના ભારથી પ્રભુનું શરીર ઢીંચણ સુધી જમીનમાં ઊતરી છે ગયું. વજનદાર કાળચક્ર અને વજ જેવું પ્રભુનું શરીર, છતાં અતિ ઉપસર્ગથી પૃથ્વી પણ પર ત્રાસી ગઈ હોય તેમ પ્રભુના શરીરને પોતાના ખોળામાં ધરી રાખ્યું. - પ્રભુને ધ્યાનમાં નિશ્ચળ જોઈ સંગમ પોતે જ હવે ત્રાસી ગયો. તેણે વિચાર્યું કે તે કે અસ્ત્રશસ્ત્રથી આ મુનિને કંઈ આંચ આવતી નથી. પણ તે હઠ છોડવા તૈયાર ન હતો. - તેણે પોતાની વિભંગ શક્તિ વડે પ્રભાતની રચના કરી અને માણસો ઉત્પન્ન કર્યા. તેઓ એ પ્રભુને કહેવા લાગ્યા કે, “હે મુનિ ! પ્રભાત થયું છે. હવે તમે ધ્યાનથી મુક્ત થાઓ.” - પ્રભુને ધ્યાનાવસ્થામાં દિવસરાત્રિનો ભેદ જ ન હતો. તેથી પ્રભુએ આંખ ખોલીને જોયું જ નહિ. વળી સંગમને એક નવો જ તુક્કો જડ્યો. તેણે દેવી રચનાઓ ઉત્પન્ન કરી પર વિમાનમાં બેસી પ્રભુને બોલાવવા લાગ્યો : “હે મહર્ષિ ! આપના ઉગ્ર તપ અને તેને ધ્યાનથી હું પ્રસન્ન થયો છું. આપ વિમાનમાં બેસી જાઓ. આપને સ્વર્ગ કે મોક્ષ જ્યાં છે કહો ત્યાં લઈ જાઉં. અથવા આપ જે વરદાન માગો તે આપું.” નિર્લોભી પ્રભુને બહારનાં સ્વર્ગ અને મોક્ષની આકાંક્ષા જ ક્યાં હતી ? તે તો અંતરંગના સ્વર્ગ અને એક મોક્ષને માણતા હતા. અંતે છેલ્લા એક અતિ પ્રલોભનીય પ્રસંગ તેણે ઉત્પન્ન કર્યો. સાક્ષાત્ કામદેવને હાજર કરી દીધો. અતિરૂપવાન અપ્સરાઓનાં નૃત્ય શરૂ થયાં. આ ઝાંઝરનો ઝમકાર, અલંકારોના વીજળી જેવા ઝબકારા. આશ્ચર્ય ! પ્રભુ તો મેરુ જેવા નિષ્કપ છે. એક રૂંવાડું પણ સંચાર પામતું નથી. વિષ જેવા અતિકષ્ટદાયક અને તકે પ્રલોભનીય ઉગ્ર ઉપસર્ગો થવા છતાં પ્રભુ તો અચળ અને અડગ રહ્યા. ખરેખર તે તા મહાત્મા મહાવીર હતા, અતિ મહાવીર હતા. in Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy