SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ શુભભાવમાં સ્થિર રહ્યો. જે કાર્ય તે તપસ્વી સાધુ છતાં કરી ન શક્યો તે કાર્ય તેણે છે પ્રભુની દૃષ્ટિરૂપી અમૃતવૃષ્ટિથી બોધ પામી સિદ્ધ કર્યું. આમ એક પખવાડિયું વીત્યા છે છે પછી તે આયુષ્ય પૂર્ણ થતાં દેવલોકમાં દેવ થયો. પ્રભુએ કરુણા વરસાવી. ઈ પુનઃ વિહાર છે. ચંડકૌશિક સર્પને ઉગારી પ્રભુ ત્યાંથી વિહાર કરી ઉત્તરાવાચાલ ગામમાં ગયા. ત્યાં છે, અર્ધમાસક્ષમણનું પારણું નાગસેન શ્રાવકને ત્યાં ખીરની ભિક્ષાથી કર્યું. છે ત્યાંથી વિહાર કરી પ્રભુ શ્વેતાંબીનગરમાં પધાર્યા. ત્યાં પ્રદેશ રાજાએ તેમનું ભવ્ય છે . સ્વાગત કર્યું. ત્યાંથી આગળ આગળ વિહાર કરતાં પ્રભુ ગંગા નદીને કાંઠે આવ્યા. ત્યાં છે છે. એક નાવિક સૌને ગંગા નદી ઉતારવા પોતાની નાવ ચલાવતો હતો. પ્રભુ તે નાવમાં છે કે ચઢયા. નાવ ચાલવા લાગી, બરાબર મધ્યમાં આવી ત્યારે એક બનાવ બન્યો. ભગવાન છે હિ. જ્યારે વાસુદેવ હતા ત્યારે તેમણે ઉપદ્રવકારી એક સિંહને ફાડી નાંખ્યો હતો. તે ઘણો છે છે કાળ ભવભ્રમણ કરી ભુવનપતિમાં નાગકુમાર દેવ થયો હતો. તેણે પૂર્વના વેરભાવથી છે US પ્રભુને નાવમાં બેઠેલા જોઈ બદલો લેવા નાવ ડુબાવવા દરિયામાં તોફાન મચાવ્યું. પરંતુ છે છે તેવામાં કંબલ અને શંબલ નામના બે દેવોના ધ્યાનમાં આ વાત આવતાં તેમણે તે છે. SS વિપ્નનું નિવારણ કર્યું. કંબલ અને શંબલ કોણ હતા ? છે. મથુરાનગરીમાં જિનદાસ શેઠ અને સાધુદાસી નામે તેમની પત્ની રહેતાં હતાં. તેઓ છે. પરમશ્રાવક વ્રત પાળતાં હતાં. તેમણે બાર વ્રત ગ્રહણ કર્યા હતાં. તેમાં ઢોર રાખવાં છે કે નહિ એવું વ્રત લીધું હતું. તેમને ત્યાં એક ગોવાળણ રોજે દૂધ આપવા આવતી. એક છે. વાર સાધુદાસીએ કંઈ પ્રસંગે તેને મદદ કરી હતી તેથી તે ઉપકારવશ પોતાના ત્રણ હિ. વરસના બે સુંદર વાછડા કંબલ અને શંબલ નામે ભેટ આપવા આવી. હવે આ દંપતીને છે કિ તો પરિગ્રહ-પરિમાણ હતું. તેથી તેમણે તેને તે પાછા લઈ જવા ઘણી સમજાવી પણ તે છે . ગોવાળણ તો તે કંબલ અને શંબલને તેમને આંગણે બાંધીને જતી રહી. છે. આથી તે દંપતીએ વિચાર્યું કે જો આમને છોડી દઈશું તો તે વાછડા ગમે ત્યાં છે જે ભટકશે અથવા લોકો તેમનો દુરુપયોગ કરશે. આથી તેમણે તેમનું પુત્રની જેમ જતન છે in Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy