________________
PROPNEMDIPUPUD
50 કાકી
. આ પ્રકારે ત્રણ વાર દષ્ટિજવાળા ફેંકવા છતાં તે જ્વાળાઓ તો જળધારા જેવી = થઈ ગઈ, આથી પ્રભુને ન ઓળખતો એવો સર્પ વધુ આવેશમાં આવી ગયો. તેને તો એમ કે દષ્ટિવાળાથી જ આ માનવ ભસ્મીભૂત થઈ જશે. તેને કયાં ખબર હતી કે તારી એ જ્વાળાઓને ભસ્મીભૂત કરવા સમર્થ એવો તારો ઉદ્ધાર કરનાર વિભુ તારા સદ્ભાગ્યે પધાર્યા છે. = છેવટે અત્યંત આવેશમાં આવીને તેણે સઘળી શક્તિ ભેગી કરી પ્રભુને ડંખ માર્યો
અને ત્યાંથી ખસી ગયો કે રખેને આ માનવ કંખના ઝેરથી પડી જાય ને તેની નીચે હું કચગદાઈ જાઉં ! પરંતુ આ શું! પ્રભુને જ્યાં જ્યાં ડસ્યો ત્યાં તો દૂધની ધારા ફૂટી. આથી તે ખૂબ જ આશ્ચર્ય પામ્યો કે મારા એક ડંખથી ભલભલા બલિષ્ઠ પણ મૃત્યુને શરણે થયા છે અને આ તો એવો ને એવો સ્થિર રહે છે ! આ પ્રમાણે વિસ્મય પામેલો તે સર્પને કક્ષોભ પામી હારેલો-થાકેલો તે પ્રભુની સામે જોઈ રહ્યો. પ્રભુની શાંત મુદ્રા જોઈ તેનો Fક્રોધ સ્વયં શાંત થયો. ત્યારે પ્રભુ બોલ્યા : : હે ચંડકૌશિક ! બુઝ, બુઝ, બુઝ. પ્રભુનાં અમૃતવચન સાંભળી તે કંઈક શોચ કરવા લાગ્યો, ત્યાં તો તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. પોતે કરેલા પૂર્વ-અપરાધોને યાદ કરતો તે પશ્ચાત્તાપના નિર્મળ ઝરણામાં સ્નાન કરવા લાગ્યો. પ્રભુ પ્રત્યે અહોભાવ લાવી ત્રણ પ્રદક્ષિણા ફરી, પ્રભુના ચરણકમળમાં વંદી, ગુંચળું વળી બેસી ગયો મનમાં ચિંતવવા લાગ્યો : અહો પ્રભુ ! આપ તો કરુણાવંત છો. મને અધોગતિમાં જતો બચાવ્યો છે. પ્રભુની દિવ્યવાણીના ઉપદેશે તે બોધ પામ્યો હતો. આથી તે જ વખતે તેણે અનશન લીધું.
- “મારી વિષયુક્ત દૃષ્ટિ કોઈના પર ન પડો તેમ ચિંતવી તેણે પોતાનું મુખ રાફડામાં - બિલમાં નાખ્યું અને સ્થિર થઈ ગયો, અંતરમુખ થયો. પ્રભુને પાછા વળેલા ન જોઈને ગામજનો પણ ધીમે ધીમે આવવા લાગ્યા. સર્પને સ્થિર થયેલો જોઈને તેઓ તેની ઘી-દૂધથી પૂજા કરવા લાગ્યા. તે પદાર્થોની સુગંધથી કીડી આદિ જંતુઓ તેના પર શરીર પર ચઢવા લાગ્યાં, અને તીક્ષ્ણ ચટકા મારવા લાગ્યાં, પરંતુ પ્રતિબોધ પામેલો તે સર્પ સમતાને ધારણ કરી નિશ્ચલ રહ્યો. વેદના થવા છતાં તે તો પોતાના પાપને નિંદતો રહ્યો. અને વળી હાલવાથી તેના શરીર નીચે જંતુઓ મરી જશે, તેવી અનુકંપા રાખી