________________
૯૭
કરવા માંડ્યું. વાછડાઓને ભલે વાચા નહોતી, પણ જ્યારે દંપતી માલિક ઉપવાસ કરતાં ત્યારે તે પણ સંજ્ઞાબળે ઉપવાસ કરતા. આમ જાણે તેઓ કુટુંબના સભ્યો હોય તેમ રહેવા લાગ્યા અને સુખે કાળ નિર્ગમન કરવા લાગ્યા. એ તો વાછડા મટી હવે તો મોટા બળદ જેવા લાગતા હતા.
એક વાર ગામમાં વાહન-ક્રીડા મહોત્સવ હતો. ત્યારે જિનદાસનો કોઈ મિત્ર આ હૃષ્ટપુષ્ટ બળદો જોઈને છાનોમાનો લઈ ગયો. હવે બંને બળદોએ કોઈ દિવસ વાહન ખેંચેલું નહિ. તે બિચારાને વાહનને જોડીને ખૂબ દોડાવ્યા અને તે જુવાન મિત્રે જીત મેળવી. પણ તેમાં સુકોમળ બળદોના સાંધા તૂટી ગયા. તે મિત્ર આવીને બળદને પાછા મૂકી ગયો. જિનદાસ જ્યારે બહારગામથી આવ્યા ત્યારે બળદોની દશા જોઈને ખૂબ દુઃખી થયા. તેને લાગ્યું કે આ બળદો હવે છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે. કોઈ દયાહીન માનવે તેમને ખૂબ દોડાવ્યા છે. પોતાને ઘણો પશ્ચાત્તાપ થયો. પરંતુ સમય પારખી તેણે બળદોની માવજત કરી અને નમસ્કાર મંત્ર વગેરે સંભળાવી શુભભાવમાં રાખ્યા. તે બળદો આયુષ્ય પૂર્ણ થતાં સમતાપૂર્વક મૃત્યુ પામીને બંને નાગકુમાર દેવપણે ઉત્પન્ન થયા તે કંબલ અને શંબલ.
ગોશાલાનો પ્રવેશ
પ્રભુ નાવમાંથી ઊતરી રાજગૃહી નગરમાં પધાર્યા. ત્યાં ચોમાસું કરવા માટે નાલંદા નામના સ્થાનમાં એક સાળવીની શાળાના એક ભાગમાં તેની રજા લઈ રહ્યા. ત્યાં એક મંખ નામનો ચિત્રકાર હતો. તેને સુભદ્રા નામની સ્ત્રી હતી. બંને ચિત્રપટ બતાવી ગુજરાન ચલાવતાં ગામેગામ ફરતાં હતાં. તે સ્ત્રીએ એક ગૌશાળામાં પુત્રને જન્મ આપ્યો, તેથી પુત્રનું નામ ગોશાલો પાડવામાં આવ્યું. તે અનુક્રમે યુવાવસ્થા પામ્યો. એક વાર તે ફરતો ફરતો આ રાજગૃહી નગરીમાં આવ્યો તે દિવસોમાં પ્રભુને માસક્ષમણનું પારણું વિનય નામના શ્રેષ્ઠીને ત્યાં થયું. તેથી આકાશમાં ‘અહો દાનમ્ અહો દાનમ્' ધ્વનિ થયો અને પંચદિવ્યો પ્રગટ થયાં. આ હકીકત સાંભળી ગોશાલાએ વિચાર્યું કે આ કોઈ સામાન્ય સાધુ નથી. જેની પાસેથી તેણે ભિક્ષા લીધી તે મનુષ્ય જોતજોતામાં આવી સમૃદ્ધિ પામ્યો, તો પછી તેનો શિષ્ય થાઉં તો જરૂર સમૃદ્ધિ પામીશ.
in Education International
For Private & Personal Use Only
www.jainelibrary.or A