SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ બાબરી બેબી ૮૬ વેશમાં પાલખીમાં નીકળેલા પ્રભુને જોવાનો આનંદ જાણે કયાંય ઓસરી ગયો અને સૌ પ્રભુવિરહની સાચી પરિસ્થિતિને પામી ગયા અને વિષાદમય થઈ ગયા. સંસાર જાણે તેમને સૂનો લાગવા માંડ્યો. પ્રેમવશ નંદિવર્ધન-આદિ બંધુવર્ગ તો ગદ્ગદ થઈ ગયો અને સૌ બોલવા લાગ્યા કે હે વીર ! તમારા વિના શૂન્ય જંગલ જેવા મહેલમાં હવે કેમ જઈને રહીશું ? કે બંધુ ! તમારા વિના મીઠી ગોષ્ઠિ કોની સાથે કરીશું ? સમયે સમયે ‘વીર વીર’ કહીને કોને બોલાવશું ? તમારા દર્શનથી અમે હર્ષ પામતા હતા. હવે શું કરશું ? કોનો આશ્રય કરશું ? હે બાંધવ ! આંખોને અમૃત જેવું તમારું મુખદર્શન હવે અમે ક્યાં જઈને કરશું ? તમે તો રાગરહિત છતાં કરુણાવંત છો. કોઈ દિવસ અમને સંભારજો. આમ સૌ વિલાપ કરીને નિસ્તેજ મુખવાળા થઈ ગયા અને નિરાશ વદને પોતપોતાને સ્થાને ગયા. વનમાં શું બન્યું ઇંદ્રાદિ દેવો પણ જ્યાં સુધી પ્રભુ દેખાયા ત્યાં સુધી જોઈ રહ્યા. પછી સ્વસ્થાને ગયા. તેઓએ પ્રભુને ઉત્સાહ સહિત ચંદનાદિ વડે પૂજ્યા હતા તે સુગંધી પદાર્થોની ચાર માસ સુધી અસર રહી. ત્યાં સુધી તે અલૌકિક સુગંધીથી આકર્ષાઈને ભમરાઓએ ઠીક ઠીક ઉપદ્રવ કર્યો. કેટલાક યુવાનો તે સુગંધિત પદાર્થો માગવા લાગ્યા. તે ન મળતાં પ્રભુને હેરાન કરવા લાગ્યા. સ્ત્રીઓ પ્રભુનું અદ્ભુત સ્વરૂપ જોઈને સુખભોગની કામનાને ઇચ્છવા લાગી. આ સર્વ ઉપસર્ગમાં પ્રભુ મોન અને અચળ રહ્યા. અહો ! પ્રભુ તો એકાકી ભવાટવીનો ત્યાગ કરવા જંગલની ભયંકર કેડીએ વીર, મહાવી૨૫ણે પ્રગટ થવા ચાલી નીકળ્યા. પ્રભુના અંતરંગના મુક્તપણાનો જગતના જીવોને સહજપણે બોધ પ્રાપ્ત થાય તેવો કુદરતે કરાર કર્યો હતો તેમ એક એકથી ચઢે તેવા ઉપસર્ગો થયા. પ્રભુની અવિચલિત મનોદશા દ્વારા તેમનું સામર્થ્ય પ્રગટતું રહ્યું. આશ્ચર્ય ! આશ્ચર્ય ! ઉપસર્ગોનો પ્રારંભ * રાત્રિએ સર્વસંગપરિત્યાગીને પ્રભુએ જંગલની વાટ પકડી અને કુમારગામે પહોંચ્યા. ત્યાં પ્રભુ કાઉસગ્ગ ધ્યાને રહ્યા. તે દરમ્યાન એવું બન્યું કે એક ગોવાળિયો પોતાના in Education International Use www.jainelibrary.org 5]<!
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy