________________
મેદની ચારે બાજુ ઊમટી હતી તો બીજી બાજુ દેવકૃત અનેક પ્રકારની આશ્ચર્યજનક : = રચનાઓ થઈ હતી. દેવો સ્તુતિ કરતાં બોલતા હતા: “હે પ્રભુ ! તમે જય પામો, જય ૧ પામો ! તમે જિતેન્દ્રિય છો. શ્રમણધર્મના પાલનકર્તા છો. રત્નત્રયયુક્ત છો. અંતરાયરહિત,
છો. બાહ્ય-અત્યંતર તપ વડે રાગદ્વેષને જીતેલા છો. આપ શુક્લ-ધ્યાન વડે આઠ = કર્મોના મળનો નાશ કરવાના છો. હે પ્રભુ ! કેવળજ્ઞાનને પ્રાપ્ત કરો ! હે પ્રભુ ! તમે છે જય પામો, જય પામો, આનંદ પામો.” છે. આમ, માનવ અને દેવોની સ્તુતિઓ અને મંગળભાવનાઓ વડે અલંકૃત પ્રભુની એ પાલખી અત્યંત મંદ ગતિએ ચાલતી હતી, કારણ કે ચારે બાજુ માનવો અને દેવોની ! - ભીડ જ એવી જામી હતી. ત્યાર પછી જ્ઞાતખંડવન નામના ઉદ્યાનમાં પહોંચી, અશોક ;
વૃક્ષની નીચે પાલખીને મૂકવામાં આવી. ત્યારે ભગવાને તેમાંથી નીચે ઊતરી સર્વ - આભૂષણો અને વસ્ત્રો ઉતારી નાખ્યાં. તે સર્વ કુળની વડીલ સ્ત્રીઓએ પોતાની સાડીમાં આ ગ્રહણ કરી લીધાં અને આશીર્વચન ઉચ્ચાર્યા કે, હે ઉત્તમ કુળના પુત્ર ! તમે ક્ષત્રિયાણી ત્રિશલાના પુત્ર છો. દેવેન્દ્ર અને નરેન્દ્રો વડે પૂજિત છો. છતાં સંયમમાર્ગમાં સાવધાન
થઈને ચાલજો. મહાપુરુષોના માર્ગે આચરણ કરજો. હું કલ્યાણ સ્વામી ! તમે જિતેન્દ્રિય - થાઓ. આપના બાહુબળથી આઠ કર્મરૂપી મહાશત્રુઓને જીતનારા થાઓ. હે સ્વામી !
કેવળજ્ઞાન પામી જગતનાં દુઃખો દૂર કરનારા થાઓ. છે ત્યાર પછી ભગવાન મહાવીર જે છઠ્ઠ તપ વડે યુક્ત હતા તેમણે સ્વયં દાઢી, મૂછ છે અને કેશનો અનુક્રમે પંચમુષ્ટિ લોન્ચ કર્યો. તે સમયે ઇંદ્ર ભગવાનને શરીરે દેવદૂષ્ય એ સ્થાપન કર્યું. આમ, રાગદ્વેષરહિત પ્રભુએ દીક્ષા ગ્રહણ કરી એકાકીપણે અનગારપણાને
પ્રાપ્ત કર્યું અને મહાત્માના નિયમને અનુસરીને “નમો સિદ્ધાણ” ઉચ્ચરી સંસારત્યાગનો - નિયમ સ્વીકાર્યો તે જ સમયે તેમને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. છે એકાકી વિચરતા પ્રભુ છે. ભગવાને સંસારત્યાગ રૂ૫ દીક્ષા ગ્રહણ કરી, સર્વ મેદનીથી દૂર થઈ બંધુવર્ગની - વિદાય લીધી ત્યારે સારીયે માનવમેદનીમાં એક સન્નાટો છવાઈ ગયો. રાજકુમારના