________________
૮૪
સર્વસંગપરિત્યાગ
નંદિવર્ધન રાજા પણ સમજી ગયા હતા કે હવે ભાઈને રોકી શકાય તેમ નથી. તેથી અપૂર્વ દીક્ષા-મહોત્સવની તૈયારી કરવાનો આદેશ આપ્યો. નિયમથી તીર્થંકરના જન્મ, દીક્ષા, આદિ કલ્યાણકો - પ્રસંગોએ દેવો જ ઉત્સવ-રચના કરે છે. શક્રેન્દ્રની આજ્ઞાથી સર્વ દેવોએ પણ યોગ્ય તૈયારી કરી. સંપૂર્ણ નગરને શણગારવામાં આવ્યું અને દેવપુરી જેવું બનાવી દીધું.
ત્યાર પછી દેવોએ લાવેલા ક્ષીરસમુદ્રના જળથી ભરેલા કળશો વડે ભગવાનને અભિષેક કરવામાં આવ્યો, અને ભગવાનને દેવરચિત પાલખીમાં બેસાડવામાં આવ્યા. અદ્ભુત વસ્ત્રાલંકારોથી શોભતા પ્રભુ ઇંદ્રથી પણ સૌંદર્યવાન જણાતા હતા. તે સમયે ભગવાનને છઠ્ઠનો તપ હતો. કારતક માસના કૃષ્ણ પખવાડિયાની દશમે રાજાના અનુચરોએ ઊંચકેલી પાલખીમાં બેસી અનેક દેવો અને નગરજનોથી વીંટળાયેલા પ્રભુ દીક્ષા અંગીકાર માટે નગરમાંથી નીકળ્યા, ત્યારે યથાપદવી માનવો અને દેવો તે પાલખી ઉપાડવા લાગ્યા. બીજા દેવો પ્રભુને ચામરછત્ર ધરી રહ્યા. આમ નગર, પૃથ્વી અને આકાશ સર્વત્ર શોભા જ પ્રવર્તતી હતી. આથી નગરના સૌ આબાલવૃદ્ધ પણ આશ્ચર્યચકિત થઈ, આ સર્વ વસ્તુને નિહાળવા ઉત્સુક હતા. તેમાંય જ્યારે પ્રભુ પાલખીમાં નીકળ્યા ત્યારે તેમના દર્શનમાત્રથી સૌ એવા મુગ્ધ થઈ ગયા કે કાર્ય છોડીને દોડી દોડીને પ્રભુને નિહાળવા માટે પડાપડી કરવા લાગ્યા.
શાસ્ત્રકારો લખે છે કે ઉમંગની શી વાત લખવી ? સ્ત્રીઓએ કાજળ આંખને બદલે ગાલે લગાવ્યું. પગનાં ઝાંઝર કંઠે લગાવ્યાં અને કંઠનો મનોહર હાર પગે લગાવી લીધો. કોઈક સ્રીઓ તો વિલેપન સહિત કપડાં પહેરીને બહાર નીકળી ગઈ. એવું જોઈને વળી અંદર અંદર હસવા લાગી. વળી કોઈએ રડતું બાળક લેવાનું મૂકીને બિલાડીનું બચ્ચુ તેડી લીધું. આમ સર્વત્ર આનંદનું અને ઉત્સાહનું એક મોજું એવું ઊછળ્યું કે સૌ પોતાની સૂધબૂધ છોડીને પ્રભુમય બની ગયાં.
તે કાળે, એ સમયે પ્રભુના ઐશ્વર્ય વિષે તો શું વર્ણન કરવું ? સુવર્ણમય રત્નજડિત ૐ સિંહાસનવાળી પાલખી, આગળપાછળ સુસજ્જિત વિવિધ પ્રકારનાં સૈન્ય, હાથીઘોડાનો તો પાર નહિ. વળી નૃત્ય-નાટક-મંડળીઓ પણ તેમાં જોડાઈ. મનુષ્યકૃત ઉત્સવની
n
se
DAU |