________________
૮૨
આ કરતા, નિરવા નિર્દોષ આહાર ગ્રહણ કરતા. સચિત્ત વસ્તુ અને પાણી તેમને વર્યુ છે જ હતાં. બ્રહ્મચર્ય પાળતા હતા. આરંભ-પરિગ્રહાદિથી મુક્ત હતા. સંપૂર્ણપણે સંયમિત છે આ જીવન ગાળતા. આવા સાધુચરિત બંધુને જોઈને નંધિવર્ધન પણ વિચાર કરતા કે મેં - મોહવશ ખોટો અંતરાય ઊભો કર્યો છે. આમ એક વર્ષ પસાર થઈ ગયું. આવા જ આ સાધુજીવનના આચારો જોઈ પ્રથમ જે રાજાઓ માનતા હતા કે વર્ધમાન ચક્રવર્તી થશે .
ત્યારે તેઓને ઘણો લાભ થશે, તે સર્વેએ જાણ્યું આ કુમાર તો સાધુબાવા થઈ જશે તેથી . - સ્વદેશે વિદાય થઈ ગયા. પ્રભુ તો અસંગ જ હતા..
નંદિવર્ધન માતાપિતાની શીળી છાયાવિહોણા થયા હતા, ત્યારથી તેમને શોકે ઘેરી છે લીધા હતા. ત્યાં તેઓ વર્ધમાનને રાજચિહ્નોરહિત જોઈ ક્ષોભ પામી ગયા. આમે તેમને ! જ વર્ધમાનની ત્યાગપદ્ધતિ પસંદ ન હતી. વર્ધમાને બે કર જોડી કહ્યું કે “ભાઈ ! મને જ સ્વતંત્ર કરો.” કે નંદિવર્ધન કહે “ભાઈ ! તું સ્વતંત્ર છું. માતાપિતા ચિરવિદાય થયાં. હવે તું આ છે
રાજ્યનું પાલન કરવાને સમર્થ છું. આ વિશાળ વૈશાલીના સેંકડો રાજા ઉપર તારી - આણ પ્રવર્તશે. વૈશાલી રાજાને તું માનવંતો ભાણેજ છું. તને કોઈ જાતની પરતંત્રતા ,
નથી. હું તને સ્વેચ્છાએ રાજ્ય સુપ્રત કરું છું.” છે વર્ધમાન વડીલ ભ્રાતાના આવા અગાધ અને નિસ્પૃહ સ્નેહ પાસે ક્ષણભર મૌન છે રહ્યા. પછી વંદન કરી તેમના ચરણ પાસે બેસી ગયા. એક નિર્દોષ બાળકની જેમ ભાઈ ! સામે જોઈ રહ્યા. આખરે તેમણે મૌન છોડ્યું. “વડીલબંધુ! આપનો મારા પરનો સ્નેહ Sી માતાપિતાની ખોટ લાવવા દે તેવો નથી. પણ મારી સ્વતંત્રતાની વાત જુદી છે. આ આ સંસારમાં ચક્રવર્તીનું શાસન પણ સુખદાયી નથી. જે રાજશાસનમાં ઊંચનીચના ભેદ, - રાજા-સેવકની પ્રણાલિ છે ત્યાં માનવજીવનની સ્વતંત્રતા કયાં છે ? રાજ્યવિસ્તારની - આકાંક્ષાથી થતાં યુદ્ધો, તેમાં થતી ઘોર હિંસા. થોડા શાસકોના સુખ માટે કેવો મોટો છે
ભોગ અને સંહાર. આવા શાસનનો અધિકાર શાસકને કોણ આપે છે ? તેવા શાસનની છે પ્રાપ્તિ પછી શું ? જે શાસન સબળો નબળાને દબાવે તેવું શાસન સ્વતંત્રતા કેવી રીતે ? આપશે ? સત્તાકાંક્ષી માનવ સિંહ જેવી પ્રકૃતિ ધરાવે છે. સિંહ વનનો રાજા કહેવાય ? છે છતાં પ્રાણીઓનું ભક્ષણ કરે; એ પ્રમાણે માનવની દુવૃત્તિ હું જોઈ રહ્યો છું.”
jન્માન કરવા
in Education International
For Private & Personal Use Only tis -
1
3 -
www.jainelibrary.org
-US
me (rnithi
S
;