________________
૮૧
યશોદાને સમજ પડી નથી કે મૃત્યુ કેમ મરે ! તે જન્મને જાણે છે તેવી રીતે મરણને જાણે છે, જન્મ જિતાય કચારે ? મરણ મરે ત્યારે.
એક દિવસની વાત છે. માતાપિતા વૃદ્ધાવસ્થાને વર્યાં છે, વર્ધમાન માતાપિતાને ધર્મ પમાડી રહ્યા છે. માતાપિતાનો વર્ધમાન પ્રત્યે અતિ સ્નેહ છે, પણ વર્ધમાન જ્ઞાની હોવાથી તેમને તે સ્નેહસંબંધથી મુક્ત કરવાનો બોધ આપે છે. માતાપિતાને એ બોધ સ્પર્શી જાય છે, અને સંસારભાવથી મુક્ત થઈ સમતાથી સમાધિમરણને પામી દેવલોકમાં ઉત્પન્ન થયાં. ત્યાર પછી મનુષ્યભવ પામી મુક્તિ પામશે.
રાજવંશીઓની પ્રણાલિ પ્રમાણે રાજારાણીની અંતિમ-સંસ્કાર-ક્રિયા થઈ. જનપ્રિયત્વ ધરાવતા રાજારાણીના વિયોગે નગરમાં શૂનકાર વ્યાપી ગયો છે. રાજકુળ શોકમગ્ન છે. વર્ધમાન મૃત્યુના રહસ્યને જાણે છે.
સાંજ ઢળી છે. વર્ધમાન પોતાને આવાસે આવે છે. યશોદા જુએ છે; પતિના મુખ ઉપર ઘેરી ઉદાસીનતા છવાઈ ગઈ છે. પતિની આવી પળોથી તે મૂંઝાય છે, ત્યારે વર્ધમાન તેને નિર્દોષ સ્નેહથી સમજાવે છે :
“યશોદા ! જીવન પછી મૃત્યુ એ જગતનો નિયમ છે. મારે મરણને મારવું છે. અને તે સંસારમાં રહીને શક્ય નથી.”
“સ્વામી ! સંસાર તમને રોકે છે ?”
:
વર્ધમાન : “ના, સંસાર મને રોકતો નથી પણ, સંસાર અને મોક્ષ બે સાથે બનતાં નથી. મોક્ષ થાય ત્યારે જીવનમરણ ટળે છે. એ માટે સંસારનો ત્યાગ જરૂરી છે, અને હવે તેનો સમય પાકી ગયો છે.”
યશોદાની સમજમાં આવી ગયું કે હવે સ્વામીને કોઈ રોકી શકશે નહિ. તેથી શકચ તેટલું પતિના માર્ગને અનુરૂપ થવાનું તેણે યોગ્ય માન્યું, વર્ધમાનની ઉદાસીનતા અને યશોદાનો તેમના પગલે ચાલવાનો પ્રયાસ, એમ દિવસો વ્યતીત થયા. રાજપરિવારને વર્ધમાનની ચર્ચા પસંદ નથી, પણ સૌ નિરુપાય હતા. વર્ધમાન વૈરાગ્ય-વેગે વધી રહ્યા હતા.
ભગવાન તો જન્મથી જ અભોગી હતા. સમ્યક્ અવધિજ્ઞાન સહિત હતા. ફક્ત પૂર્વ પ્રારબ્ધનું ઋણ ચૂકવી દેતા હતા. સૌની સાથેનો તેમનો વ્યવહાર આત્મભાવનો હતો. નંદિવર્ધન ભાઈને આપેલાં બે વર્ષમાં પ્રભુ તો નહિવત્ વસ્ત્રાલંકારનો ઉપયોગ
in Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
******