SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Altekstl ૭૯ ગૃહવાસ છતાં યોગી ગૃહવાસ છતાં યોગી, વન અને મહેલ જેને સમાન, બોલે તો મુખમાંથી અમીરસ ઝરે, મૌન રહે તો વીતરાગતા ઝલકે, આહાર લે તો સંયમની વૃદ્ધિ માટે, આહાર ન લે તો તપની વૃદ્ધિ માટે, આત્મભાવમાં સંતુષ્ટ વર્ધમાનને લગ્ન-જીવન એ પૂર્વનાં ઋણ ચૂકવવાનો સંયોગ હતો. તેઓ સતત જાગૃત હતા. તેથી ભોગ પાછળ તેમની દોડ ન હતી. ગૃહસ્થજીવનના સુખભોગને પરિણામે નિયમથી જે બને તે પ્રમાણે વર્ધમાન કન્યાના પિતા થયા. વર્ધમાન તો આવા પ્રસંગના દ્રષ્ટા હતા. પણ માતાપિતાનું જીવન આનંદથી ગૂંજી ઊઠ્યું. વર્ધમાન તો જળકમળવત્ આ સર્વ જોતા હતા, અને અંતરાત્મામાં - એક અવાજ ઊઠી જતો. મારો જન્મ શા માટે છે ? આ સર્વ શું બની રહ્યું છે ? હું કચારે મુક્ત થઈશ ? સમયના વહેણ સાથે કન્યા પણ યુવાન થઈ, માતાપિતાએ તેને માટે પણ યોગ્ય પાત્ર શોધી જમાલિ સાથે લગ્ન કર્યાં. આવા પ્રસંગો બનતા જાય છે, અને વર્ધમાનની ઉદાસીનતા ઘેરી થતી જાય છે, તે. સર્વમાં મોહની છાયા જુએ છે અને વિચારે છે, કે આ સર્વ જીવો મોહદશાથી કેવી રીતે મુક્ત થાય ! હા, પણ તે પહેલાં તો મારે મુક્ત થવું પડશે. અને આવા ચિંતનમાં વર્ધમાનની નિદ્રા પણ અનિદ્રા બની રહી હતી. પત્ની અને પુત્રીને સ્નેહથી જુએ છે પણ અંતરમાં અન્યત્વની ભાવના ભરી પડી છે. તેથી વળી જાગૃત થઈ વિચારે છે અને અંતરમાં વધુ ઊંડા ઊતરે છે. ત્યારે યશોદા મૂંઝાય છે. ત્યારે વર્ધમાન તેને નિર્દોષ સ્નેહથી સમજાવે છે : “હે દેવી ! આ સંસારના મોહરૂપ ઝંઝાવાતમાં સહુ સપડાયાં છે. અનેક વાર પરિભ્રમણ થવા છતાં જીવોને સાચો માર્ગ મળતો નથી. રાગાદિ ભાવથી દુ:ખ પામવા છતાં નિરંતર એ જ ભાવને સેવે છે. જુઓ જગતમાં કેવી વિચિત્રતા છે !” “જીવો જાણતા નથી કે મૃત્યુ તેમને રોજ ગ્રસી રહ્યું છે. જીવનનો મેળો એક દિવસ વીંખાઈ જવાનો છે. આજે ખીલેલાં પુષ્પો કાળક્રમે કરમાઈ જાય છે. ઉદય પામેલો સૂર્ય અસ્ત થાય છે તેમ જીવન પણ મરણથી બંધાયેલું છે.” Jain Education International For Private & Personal Use Only ઇએ ન ખ www.jainelibrary.org NE
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy