________________
૭૫
રાજાએ તે દિવસે દાનાદિ સુકૃત્યો કર્યા અને પુત્રજન્મને યોગ્ય અનેક વ્યાવહારિક એ વિધિઓ પણ કરવામાં આવી. બારમે દિવસે સૌ સમાન રાજાઓ, અગ્રગણ્ય નગરજનો - તથા મિત્રોને જમણ આપવામાં આવ્યું અને સૌનું ઉચિત સન્માન કરવામાં આવ્યું. સૌની ) છે વચ્ચે અગાઉ કરેલા મનોરથ પ્રમાણે તેનું નામ વર્ધમાન' પાડવામાં આવ્યું. તેઓ જ્ઞાન છે - વૈરાગ્ય સહિત તપશક્તિવાળા હોવાથી તેમનું બીજું નામ શ્રમણ પાડવામાં આવ્યું હતું, જેમાં > અને અતિકઠિન ઉપસર્ગોને સહન કરનારા કર્મશત્રુને અસાધારણપણે જીતનાર તે કે વર્ધમાનનું ત્રીજું નામ દેવોએ શ્રમણ ભગવાન મહાવીર પાડ્યું હતું.
ભગવાનની બાળક્રીડા - એક કિંવદંતી એવી છે કે એક વાર સૌધર્મેન્દ્ર દેવસભામાં ભગવાનનાં ગુણગાન - ગાયાં અને તેમનાં બળ-પરાક્રમની પ્રશંસા કરી. જગતમાં બે પ્રવાહ હોય છે : પ્રશંસક Pર હોય અને વિદ્રોહી પણ હોય. ઇંદ્રમુખે ભગવાનનાં પરાક્રમની ગાથા સાંભળી. મિથ્યાદૃષ્ટિ હોય છે દેવ વિચારવા લાગ્યો કે છે એક માનવને કેવો ઊંચો કહ્યો છે ! દેવોથી વધુ પરાક્રમી - પૃથ્વીનો માનવ કેવી રીતે હોઈ શકે ? માટે હું હમણાં જ પૃથ્વી પર જાઉં અને આશરે - કથનને જૂઠું પાડું. આમ વિચારી અધીર એવો તે પૃથ્વી પર અતિવેગે ધસી આવ્યો અને હવે રે ભગવાન જ્યાં બાળકો સાથે રમતા હતા ત્યાં મોટો ફણીધર થઈને ફૂંફાડા મારવા
લાગ્યો. આવા ભયંકર સર્પને વૃક્ષ નજીક આવી ફૂંફાડા મારતો જોઈ અન્ય કુમારો - નાસભાગ કરવા લાગ્યા, ત્યારે બાળવર્ધમાને જરા પણ ભય પામ્યા વગર દોરડી પકડે છે તેમ સર્પને પકડીને દૂર મૂકી દીધો. છે. ત્યાર પછી સૌ કુમારો દડાની રમત રમવા લાગ્યા. એટલે પેલો દેવકુમારનું રૂપ = લઈ તેમાં ભળી ગયો. કુમારોની શરત હતી કે, જે હારે તે જીતેલાને પોતાના ખભા પર છે - બેસાડે. પેલા દેવ વર્ધમાનકુમાર સાથે રમતાં જાણીજોઈને હારી ગયો. શરત પ્રમાણે છે = કુમાર તેના ખભા પર બેઠા. દેવને તો આ લાગ જોઈતો જ હતો. જેવા કુમાર તેના
ખભા પર બેઠા કે તેણે પોતાની કાયાને લાંબીપહોળી વિશાળ કરી દીધી અને વિકરાળ છે.
રૂપ ધરી રહ્યો. તે જ વખતે વર્ધમાનકુમારે તેની પીઠ પર એક મુષ્ટિનો પ્રહાર કર્યો કે હS. કે તરત જ તે શિથિલ થઈ ગયો અને શરીર મચ્છર જેવું સંકોચાઈ ગયું. કળ વળતાં તે પ્રશ્ન - મૂળ રૂપે પ્રણામ કરીને ઊભો રહ્યો. વળી વારંવાર ક્ષમા યાચીને સર્વ હકીકત જણાવી ને
S
ain Education International
For Private & Personal Use Only
www.jainelibrary જિs