________________
$4 ||||||||||||||©
plank≤
pil||A||
૭૬
તે વિદાય થયો. આઠ વર્ષના બાળકનું આ પરાક્રમ જોઈને દેવોએ પ્રભુનું નામ ‘વીર’
પાડ્યું.
BE
ભગવાનનો અભ્યાસકાળ
( છઠ્ઠા વ્યાખ્યાનને આધારે )
ભગવાને માનવ તરીકે જન્મ લીધો હતો. પૂર્ણ ભગવત્પણું તે દેહમાં રહેલી આત્મસત્તામાં છુપાયેલું હતું. પણ માનવદેહ ધારણ થવાની જે વ્યાવહારિકતા હતી તે તો નિયમથી થતી રહી. માતાના ગર્ભમાં આવ્યા, સંક્રમણ થયું, જન્મ થયો, વળી નિર્દોષ રમત રમ્યા. માતાપિતાને મન તો અતિ પ્રિય પુત્રપણે હતા. આથી આઠ વર્ષના વર્ધમાનકુમા૨ને માતાપિતાએ ઉત્સવસહિત અને ઉલ્લાસસહિત શુભ મુહૂર્તે નવાં વસ્ત્રાભૂષણથી અલંકૃત, વાજિંત્રોના સૂરો વચ્ચે પરિવારથી સજ્જ, પંડિતોને ત્યાં પાઠશાળામાં ભણવા મોકલ્યા. પંડિતોએ પણ તે રાજકુમારનું સ્વાગત કરી યોગ્ય આસને બેસાડ્યા. તે સમયે ઇંદ્રનું આસન કંપિત થયું. પવિત્ર સ્પંદનોની આ એક વિશેષતા છે. વળી પ્રભુના પ્રેમને કારણે ઇંદ્રનું આસન કંપતું, પણ તે સ્વયં કંપી જતા નહિ. તે તો અવધિજ્ઞાન વડે પ્રભુની વિશેષતાઓ જોઈ સાનંદ સેવામાં હાજર થતા.
ઇંદ્રે અવધિજ્ઞાન વડે જોઈને કહ્યું કે, હે દેવો ! ત્રણ જ્ઞાનના સ્વામી ભગવાનને, સર્વ શાસ્ત્રોના પારંગત પ્રભુને, માતાપિતાએ સ્નેહવશ અલ્પ વિદ્યાવાળા પંડિતો પાસે ભણવા મોકલ્યા છે. આ તો આંબા પર તોરણ બાંધવાની કે સરસ્વતીને ભણાવવા જેવી આશ્ચર્યજનક ઘટના છે, માટે મારી ફરજ છે કે પ્રભુનો અવિનય થવા ન દેવો. આમ વિચારીને તે બ્રાહ્મણનું રૂપ કરી પેલા પંડિતની પાઠશાળામાં આવ્યા. પ્રથમ પ્રભુને યોગ્ય આસને બેસાડ્યા અને ન્યાયશાસ્ત્રના અને વ્યાકરણના કઠિન પ્રશ્નો તેમને પૂછવા લાગ્યા. સૌ વિચાર કરવા લાગ્યા કે આવાં કઠિન શાસ્ત્રોનાં કથનોનો જવાબ બાળક કેવી રીતે આપશે ? ત્યાં તો પ્રભુએ તરત જ સુંદર અને સ્પષ્ટ રીતે તે બ્રાહ્મણ પંડિતને પ્રશ્નોના જવાબ આપ્યા. વાસ્તવપણે તો પંડિતોના મનમાં જે જે શંકાઓ હતી તેના જ પ્રશ્નો ઇંદ્રે અવધિજ્ઞાનથી જાણીને પૂછ્યા હતા. વર્ધમાનકુમાર પાસેથી ઉત્તર સાંભળી
For Private & Personal Use Only
www.jainelibrary.or
Jain Education International
は