________________
,
છે
ઇંદ્રના હર્ષનો પાર નથી. પણ જ્યારે તેણે હજારો દેવોને હારમાં કળશ લઈને ઉર ઊભેલા જોયા ત્યારે ભક્તવત્સલ તેને ચિંતા થઈ કે લઘુશરીરવાળા પ્રભુ આટલા
કળશોનું જળ કેવી રીતે સહન કરશે ? પ્રભુના અવધિજ્ઞાનમાં આ વાત આવી ગઈ અને = તેમણે ફક્ત ઇંદ્રની શંકાનું નિવારણ કરવા ડાબા પગના અંગૂઠાના અગ્રભાગથી મેરુ =
પર્વતની શિલાને દબાવી અને આખો મેરુ પર્વત ધ્રૂજી ઊઠ્યો. સૌના જીવ તાળવે ચોંટી
ગયા. અચાનક આ શું વિદન આવી પડ્યું ? ઇંદ્ર અવધિજ્ઞાનથી પ્રભુના પરાક્રમની છે લીલા જાણી અને બોલ્યા કે, છે હે પ્રભુ! આપના અતુલ બળને મેં જાણ્યું નહિ, માટે મારા અપરાધની ક્ષમા ચાહું જ છું. ત્યાર પછી અમ્રુતપતિએ તથા ક્રમમાં સૌ દેવોએ પ્રભુનો અભિષેક કર્યો. આરતી, મંગળદીવો અને સ્તુતિ કરી વિવિધ પ્રકારે દેવોએ જન્મમહોત્સવ ઊજવ્યો. ત્યાર પછી =
ઇંદ્ર પ્રભુને ધારણ કર્યા અને માતા પાસે મૂકી દીધા. પ્રભુના જન્મભવન પર સુગંધિત હિ [પુષ્પોની વૃષ્ટિ કરી, રત્નો અને દેવદૂષ્યોની વૃષ્ટિ કરી. તે વૃષ્ટિના ધારાપ્રવાહથી આખું - નગર છવાઈ ગયું. જ તે કાલે તે સમયે જ્યારે પ્રભુનો જન્મ થયો ત્યારે પ્રિયંવદા નામની દાસીએ દોડીને િસિદ્ધાર્થ રાજાને શુભ વધામણી આપી. તે સાંભળી રાજાએ હર્ષિત થઈ તેને મુગટ - સિવાયનાં સર્વ આભૂષણો ભેટ આપ્યાં અને તેને દાસીપણાથી મુક્ત કરી અને તરત જ એ
કોટવાળને બોલાવી અન્ય કેદીઓને પણ મુક્ત કર્યા. આખા નગરને સ્વચ્છ કરી છે છે શણગારવાનો આદેશ આપ્યો. મંત્રીઓને મહોત્સવ ઉજવવાની અનુજ્ઞા આપી. નગરના રસ
દરવાજા શણગારવામાં આવ્યા. ઠેકઠેકાણે મંડપો ઊભા કરી નાચગાન, નાટકો શરૂ સિ થયાં. ચારે બાજુ વાજિંત્રો અને શરણાઈઓ વાગવા લાગી. ઈંદ્રાદિ દેવોએ જેમ આકાશ = - ગજવી દીધું હતું, તેમ હવે નગર પણ ગાજી ઊઠ્યું.
રાજા સિદ્ધાર્થ અતિ પ્રસન્ન હતા. તેમણે આદેશ કર્યો કે દરેક જાતના કર માફ કરી pm કરો. મનુષ્યોને જોઈતી ચીજો વિના મૂલ્ય આપી દો અને તેની કિંમત રાજ્યના છે
ખજાનામાંથી ચૂકવી દેવાઈ. સર્વ પ્રકારનાં દંડ અને સજાને માફ કરવામાં આવ્યાં. આમ તો
નગરમાં દસ દિવસ સુધી જન્મ મહોત્સવ ઊજવવામાં આવ્યો. ધન્ય નગરી ! ધન્ય તે પર વેળા ઘડી !
www.jainelibrary.org
in Education International
For Private & Personal Use Only