________________
૩૫
વિનિયોગ સુલભ બને છે. પ્રસ્તુતમાં સાતમી ગાથામાં “સિદ્ધ સિદ્ધિ મમ વિલંતુ' શબ્દોથી ઇષ્ટફળની સિદ્ધિ માટેની મનઃકામના વ્યક્ત કરવામાં આવી છે.
શ્રીચતુર્વિશતિસ્તવનું રહસ્ય અગાધ છે. તે વૈખરી વાણીથી પૂર્ણ રીતે સમજાવી શકાય તેમ નથી. છતાં મુમુક્ષુ આત્માઓ છ આવશ્યક પૈકી આ બીજા આવશ્યકનું રહસ્ય સમજવા માટે પ્રયત્નશીલ થાય તે ઉદ્દેશથી આટલી વિચારણા સૂચનરૂપે અહીં કરી છે. તે પરથી વિશષજ્ઞો તેમાં વિશેષ રીતે પ્રવૃત્ત થાય અને સામાન્ય મનુષ્યો તેની વાસ્તવિક ગંભીરતાને પિછાણી તેમાં વર્ષોલ્લાસ પ્રગટાવે એ જ અભ્યર્થના. વિ. સં. ૨૦૨૨, કાર્તિક શુક્લ પંચમી
અમૃતલાલ કાલિદાસ દોશી શુક્રવાર, તા. ૨૯-૧૦-૬૫
પ્રમુખ, જૈ. સા.વિ. મંડળ
૧. પ્રffધ-પ્રવૃત્તિ-વિઝય-fસદ્ધિ-વિનિયોrખેત: 4: I
धर्म -राख्यातः, शुभाशयः पञ्चधाऽत्र विधौ ॥६||
ષોડશકપ્રકરણ, (તૃતીયષોડશક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org