________________
૩૪
સભાન માત્રથી મોક્ષ પ્રાપ્ત થતો નથી, પરંતુ તે પ્રમાણે ભાવશુદ્ધિને માટે પ્રયત્ન કરવો જોઈએ. શુદ્ધ ભાવ અને શુદ્ધ વર્ષોચ્ચારપૂર્વક અર્થચિન્તનાદિ વડે કરાતી વંદના યથોદિત ગુણવાળી હોઈને નિશ્ચયે મોક્ષફળને આપે છે જ.
પાંચમી, છઠ્ઠી, સાતમી ગાથા–આ ગાથાઓને પ્રણિધાન-ગાથાત્રિકરૂપે દર્શાવવામાં આવી છે.
મનની વિશિષ્ટ એકાગ્રતા, પ્રશસ્ત અવધાન કે દઢ અધ્યવસાયોને પ્રણિધાન કહેવામાં આવે છે. પ્રણિધાન, અધ્યવસાય કે મનની સ્થિરતા-એક અર્થવાળા શબ્દો છે.
જે વિશુદ્ધ ભાવનાથી પ્રધાન છે, જેમાં મન તેના (વીતરાગના) અર્થમાં (વિષયમાં) અર્પિત થયેલ છે તથા શક્તિ મુજબ ક્રિયાચિહ્નથી જે યુક્ત છે તે પ્રણિધાન કહેવાય છે. હૃદયગત પ્રશસ્તભાવનાઓ આ ત્રણ ગાથામાં ભક્તિપૂર્વક પ્રદર્શિત કરવામાં આવી છે, તેથી આ ગાથાઓને પ્રણિધાન-ગાથા-ત્રિક કહેવામાં આવે છે.
હૃદયગત ભાવોને પ્રકટ કરવા માટે મથના શબ્દ દ્વારા જિનવરોનું (‘અભિમુખ ભાવથી ખવાયેલા' એવો અર્થ કરીને) સંનિધાન કરવામાં આવ્યું છે, અર્થાત્ ચતુર્વિશતિ જિનવરોને બુદ્ધિની સમીપ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
પાંચમી ગાથામાં પરમાત્માઓ પ્રસન્ન થાઓ એવી સ્તુતિ છે. છઠ્ઠી ગાથામાં આરોગ્યાદિની યાચના છે. વસ્તુતઃ વિજ્ઞપરંપરાનો જય કરવાનું સામર્થ્ય પ્રગટે તેવી અભિલાષા તેમાં રહેલી છે.
કેવળજ્ઞાનના પ્રકાશપૂર્વકના વચનરૂપી દીપકથી ઉદ્યોત કરવાના સ્વભાવવાળા-એ પ્રકારે જેમને શરૂઆતમાં સ્તવ્યા હતા તેમના વિષે મનની વિશિષ્ટ એકાગ્રતાપૂર્વક અનુચિંતન કરતાં તેઓ તેજના મહાઅંબારસ્વરૂપ અવભાસમાન થાય છે. પહેલાં, અનેક ચન્દ્રો કરતાં વધારે નિર્મલ જયોતસ્વરૂપ, પછી અનેક સૂર્યો કરતાં વધારે તેજોમય અને જાજવલ્યમાનસ્વરૂપ અને ત્યાર પછી અકથ્ય આનંદના મહાસાગરસ્વરૂપ જેથી તેઓ સ્વયંભૂરમણસમુદ્રથી પણ વધારે ગંભીર જણાય છે.
આ પ્રમાણે પ્રણિધાન, પ્રવૃત્તિ અને વિધ્વજય થતાં ઇષ્ટફળની સિદ્ધિ થાય છે અને તે થતાં
૧. માત્મણૂં મૈત્નોથ-પ્રાશ... २. ज्योतिः परं परस्तात्, तमसो ૩ આત્યિમમ«, ४. स्तिभिततरङ्गोदधिसमम्
- ષોડશકપ્રકરણ, (પંચદશષોડશક) ગાથા ૧૧થી ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org