________________
30
વસ્તુતઃ સર્વથા કર્મથી રહિત એવા સિદ્ધપરમાત્મા, નામકર્મના ઉદયથી પ્રાપ્ત થતા અરિહંતપણામાં વર્તતા હોય તેવો વિકલ્પ તેમના માટે જો સેવવામાં આવે તો તે દ્રવ્યનિક્ષેપની ધારણા કર્યા સિવાય સંભવિત નથી.
જેમ નામ અને સ્થાપના (આકૃતિ) નિક્ષેપ આરાધ્ય છે તેમ દ્રવ્યનિક્ષેપ પણ આરાધ્ય છે એ વસ્તુ તો લોગસ્સસૂત્ર અંગે દર્શાવેલ નીચેની યુક્તિથી સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે.
“શ્રીઆદિનાથ ભગવાનની વિદ્યમાન અવસ્થામાં જ્યારે સાધુઓ આવશ્યક ક્રિયાપ્રતિક્રમણ કરે ત્યારે પડાવશ્યક પૈકી બીજા આવશ્યક ચતુર્વિશતિજિનસ્તવની આરાધના કરતી વેળાએ તેવીસ તીર્થંકરો તો તે વખતે થયા ન હોય અને ભવિષ્યમાં થનારા હોય તેથી તેમને તે તેવીસ તીર્થકરો દ્રવ્ય જિનરૂપે છે. તેમની તે કાલે તે પ્રમાણે આરાધના કરવામાં આવતી હતી. જો દ્રવ્યનિક્ષેપ માનવામાં ન આવે તો આ આરાધના ઘટિત થઈ શકે જ નહીં.
શ્રી આદિનાથ ભગવંતના સમયમાં ચતુર્વિશતિજિનસ્તવને બદલે એકજિનસ્તવ હોવું જોઈએ. એમ જો કહેવામાં આવે તો શ્રી અજિતનાથ ભગવંતના સમયમાં દ્વિજિનસ્તવ હોવું જોઈએ. તો તે પ્રમાણે યુક્તિ ઘટતી નથી, કારણ કે શાશ્વત અધ્યયનોના પાઠોમાં લેશ પણ પરાવર્તનની શક્યતાને જૈનદર્શન સ્વીકારતું નથી, તેથી દ્રવ્યનિક્ષેપને આરાધ્ય માનવો જોઈએ.''
ભાવનિક્ષેપ–ભાવ જિનની વ્યાખ્યા- ભાવના સમવસરસ્થા-એ પ્રમાણે છે. સમવસરણમાં બિરાજમાન થઈ સાતિશય વાણી વડે દેશના દેતા જિનેશ્વરદેવ તે ભાવજિન છે. તેમનું સાલંબન ધ્યાન નીચે પ્રમાણે કરવું -
“સર્વ પ્રાણીઓને હિતકર, જેના શરીરાદિ સૌંદર્યને કોઈ ઉપમા નથી એવા અનુપમ, અનેક અતિશયોથી સંપન્ન, આમાઁષધિ વગેરે નાના પ્રકારની લબ્ધિઓથી સહિત, સમવસરણમાં સાતિશય દેશના આપતા, દેવનિર્મિત સિંહાસન ઉપર બિરાજમાન, છત્રત્રય અને અશોકવૃક્ષ નીચે રહેલા, દેશના દ્વારા સર્વસત્ત્વોના પરમ અર્થ-મોક્ષ માટે પ્રવૃત્ત, અત્યન્ત મનોહર, શારીરિક અને
૧. પ્રતિમાશતક, પૃ. ૯ २. सर्वजगद्धितमनुपम-मतिशयसंदोहमृद्धिसंयुक्तम् ।
ध्येयं जिनेन्द्ररूपं, सदसि गदत्तत्परं चैव ॥१॥ सिंहासनोपविष्ट, छत्रत्रयकल्पपादपस्याधः । सत्त्वार्थसम्प्रवृत्तं, देशनया कान्तमत्यन्तम् ॥२॥ आधीनां परमौषध-मव्याहतमखिलसम्पदां बीजम् । चकादिलक्षणयुतं, सर्वोत्तमपुण्यनिर्माणम् ॥३|| निर्वाणसाधनं भुवि, भव्यानामप्यमतुलमाहात्म्यम् । सुरसिद्धयोगिवन्द्यं, वरेण्यशब्दाभिधेयं च ॥४॥
ષોડશકપ્રકરણ, (પંચદશષોડશક) પત્ર ૮૨ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org