________________
માટેની સામગ્રી અપાઈ છે. છઠ્ઠ અને સાતમું પદ્ય આ યંત્રનો પ્રભાવ દર્શાવે છે. આઠમું પદ્ય કર્તાના ગુરુનું નામ પૂરું પાડે છે.
“મારી નેમિન" થી શરૂ કરાયેલ અને વિજયલક્ષ્મીસૂરિએ રચેલ અગિયાર પદ્યોની કૃતિ ખંડિત ઉપલબ્ધ છે. આના અંતમાં “વતુર્યત્ર મતપઝૂષકિસ્તોત્ર" એવો ઉલ્લેખ છે તે યથાર્થ છે, કેમ કે એના આદ્ય બે પદ્યો, પદ્યો ૩-૪, પદ્યો પ-૬ અને પદ્યો ૭-૮ એકેક પંચષષ્ઠિ યંત્ર પૂરું પાડે છે. એના અન્ય ત્રણ પદ્યો યત્રનો મહિમા વગેરે દર્શાવે છે.
સ્થાનકવાસી ધર્મસિહ ગુજરાતીમાં સાત પદ્યોમાં પાંસઠિયો છંદ રચ્યો છે એ ઉપર નોંધાયેલી પ્રથમ કૃતિના આધારે યોજાયો હોય એમ લાગે છે. આ કૃતિથી કેટલાય મંદિરમાર્ગે જૈનો અપરિચિત જણાય છે.
વત્વે ધર્મનિ' થી પ્રારંભ કરાયેલ અને “હૂર્તવિડિત' છંદમાં રચાયેલાં ચાર પડ્યો વાળા આ સ્તોત્રમાં “૨૫'ના અંક માટે દ્વિતીય પદ્યમાં સંઘનો ઉલ્લેખ છે. અંતિમ બે પદ્યો યત્રનો મહિમા દર્શાવે છે. આ ને(જે ?)ત્રસિંહની રચના છે.
પૃ. ૧૦૦માં એક પદ્યનું પ્રાકૃત સ્તોત્ર છપાવાયું છે તે કોઇક ચિન્તામણિના પ્રણેતા શીલસિંહે રચ્યાનું મનાય છે. એમણે એક કૃતિ સંસ્કૃતમાં રચી છે અને એક સંસ્કૃત કૃતિનો નિર્દેશ કર્યો છે.
આમ જે અહીં જયતિલકસૂરિ, વિજયલક્ષ્મી સૂરિ, ને(જે ?)ત્રસિંહ અને શીલસિંહનો ઉલ્લેખ છે તેમાંથી પહેલા ત્રણ પૈકી કોઈનો પણ પરિચય આ પુસ્તકમાં અપાયો નથી. એમ છતાં અત્યારે તો આ સંબંધમાં પહેલા ત્રણને અંગે તો કશો પ્રકાશ પાડી શકાય તેમ નથી. શલસિંહ, આગમગચ્છના જયાનંદસૂરિના પટ્ટધર દેવરત્નસૂરિના શિષ્ય થાય છે. એમણે કોઢગચિંતામણિ ઉપર સં.માં વૃત્તિ રચી છે. આ બંનેની એકેક હાથપોથી ભા.રા.સં.મં.માં છે.
આ કૃતિઓમાં પાંચ સંસ્કૃતમાં, એક પ્રાકૃતમાં અને એક ગુજરાતીમાં છે.
આ કૃતિઓમાં જે “યત્ર’ શબ્દ વપરાયો છે તે સમચોરસમાં અપાયેલા અને ભિન્ન ભિન્ન રીતે ગણતાં તદ્દગત અંકોનો સરવાળો સમાન આવે એવી યોજનાનો દ્યોતક છે.”
૧. આનું કારણ એ હશે કે કેટલાક સંઘનો પચીસમા તીર્થકર તરીકે નિર્દેશ કરે છે.
૨. આને અંગ્રેજીમાં “MAGIC SQUARE કહે છે. મેં એ માટે “માયાવી ચોરસ” નામ યોર્યું છે. આ સંબંધમાં મેં બે લેખ લખ્યા છે અને એ છપાયા છે :
"A NOTE ON JAINA HYMNS AND MAGIC SQUARES”-"INDIAN HISTORICAL QUARTERLY" (VOLX. No. 1) “ “માયાવી ચોરસો અને જૈનસ્તોત્રો”
જૈન” (તા. ૧-૧-૩૩ અને ૮-૧-૩૩) માયાવી ચોરસોને અંગે અંગ્રેજીમાં કેટલાંક વિશિષ્ટ પુસ્તકો પ્રકાશિત થયેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org