________________
ચઉવીસન્થયના અર્થ માટેની વિવિધ' સામગ્રી પ્રસ્તુત પુસ્તકમાં છે.
૨૧. બોહી (સં. બોધિ) : “બોહિ’ શબ્દ “નમુ ન્યુ સં” યાને શકસ્તવમાં વપરાયો છે. આ સૂત્રનો પાઠ ઓવવાઇય (સુત્ત ૧૨), રાયપૂસણઈજ્જ (સુત્ત ૧૩) અને પોસવણાકપ્પ (સુત્ત ૧૫)માં જોવાય છે. એ ઉપરાંત અન્ય આગમોમાં એનું સ્મરણ કરાવનાર પાઠો છે.
બોહિ’ શબ્દ ઉત્તરાયણ (અ ૩૬ ગા. ૨૫૮)માં, સમવાય, (પત્ર ૧૧૯) વંદિg સુત્ત (ગા. ૪૭), સંબોહપયરણ (પત્ર ૧૪), ચેઈયવંદણમહાભાસ (ગા. ૩૩૨) અને ઉવએસપય (ગા. ૪૮૧)ની ટીકામાં જોવાય છે.
ચઉવીસત્યયને લગતાં સંસ્કૃત વિવરણોમાં બોહિ” માટેનો સંસ્કૃત શબ્દ “બોધિ વપરાયો છે.
- આ ઉપરથી બોહિ (સં. બોધિ) શબ્દની વ્યાપકતા જોઈ શકાશે. બોધિસત્વ એ બૌદ્ધ સાહિત્યમાં વપરાયેલા શબ્દમાં “બોધિ' છે.
૨૨. ઉપયોગ : જૈન અનુષ્ઠાનો પૈકી શેમાં શેમાં અને કઈ કઈ રીતે ચઉવીસન્થયનો ઉપયોગ કરાય છે એ બાબતનું આ પુસ્તક (પૃ. ૬૪)માં સવિસ્તર નિરુપણ છે. વિશેષમાં મેં પણ આ વિષે આ પૂર્વે “કાઉસ્સગ (કાયોત્સર્ગ) એક અધ્યયન' નામના મારા લેખમાં માહિતી આપી છે.
૨૩. કલ્પ : જૈનસાહિત્યમાં ‘નમુ ન્યુ ણ' વગેરેને અંગે કલ્પો રચાયા છે આ પુસ્તક (પૃ. ૧૧૩)માં ચઉવીસન્થયનો જે કલ્પ અપાયો છે તેની મીમાંસા કરવાનું હાલ મોકૂફ રાખી એટલું જ કહીશ કે આ કલ્પ આ પૂર્વે બે વાર પ્રકાશિત થયેલો છે.
૨૪. પંચયિત્રગર્ભિત ચતુર્વિશતિ જિન સ્તોત્રો : ચઉવીસત્યય એ ઋષભદેવાદિ ચોવીસ તીર્થકરોના નામોલ્લેખપૂર્વક ગુણોત્કીર્તનરૂપ છે એટલે આ ચોવીસ તીર્થકરો અંગેની કેટલી વિશિષ્ટ કૃતિઓને આ પુસ્તકમાં સ્થાન અપાયું છે, તેમાં ચતુર્વિશતિ જિનસ્તોત્રો જે ‘પંચષષ્ઠિયંત્રથી ગર્ભિત છે તેનો આપણે અહીં વિચાર કરીશું.
“કા નેગન' થી શરૂ થતું આ સ્તોત્ર જયતિલકસૂરિના કોઈ શિષ્ય (?) શિવનિધાને (?) સંસ્કૃતમાં આઠ પઘોમાં રચેલું સ્તોત્ર છે. પહેલાં પાંચ પઘોમાં ચોવીસ તીર્થકરોનાં નામ અને ત્રીજામાં “૨૫' અંક માટે મલ્લિનાથની કાયાનું ૨૫ ધનુષ્યનું માપ એમ ૨૫ ખાનાં
૧. ડસમ વગેરે નામોના વ્યુત્પત્તિજન્ય અર્થ તેમ જ એના વિશેષ અર્થ આવસ્મયની નિજુત્તિ (ગાથા ૧૦૭૯-૮૧)માં અપાયા છે તે નોંધપાત્ર હોઈ મેં મારા એક પુસ્તકમાં તેનો ઉલ્લેખ કર્યો છે. પ્રસ્તુત પુસ્તક પૃ. ૫૪-૫૮માં પણ એને સ્થાન અપાયું છે.
૨. જુઓ પ્રસ્તુત પુસ્તક (પૃષ્ઠ ૨૯).
૩. આ કલ્પનો પ્રભાવ ધર્મશેખરસૂરિએ કર્ણાટકની રાજસભામાં દર્શાવ્યો હતો. એમ જૈન પરંપરાનો ઇતિહાસ' (ભા. ૧, પૃ. ૪૫૪)માં ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org