________________
[૧૦]
પંચષઠિયંત્રગર્ભિત ચતુર્વિશતિ જિનસ્તોત્રો તથા પંચષષ્ઠિ યંત્રો
પંચષદ્ધિયંત્રોની રચના :
લોગસ્સસૂત્રમાં જે રીતે ચોવીસ તીર્થંકરભગવંતોની નામનિર્દેશપૂર્વક સ્તવના કરવામાં આવેલ છે તેવી જ રીતે ચોવીસ તીર્થંકરભગવંતો તેમ જ પચીસમા તીર્થકર તરીકે શ્રીસંઘને ગણી તેમની સ્તવના કરતાં સ્તોત્રો પ્રાચીન મહામુનિવરોએ નિર્મિત કરેલાં છે.
તદુપરાંત તે સ્તોત્રો ઉપરથી યંત્રોની રચના પણ કરવામાં આવેલ છે. જેનાં નામ મહાસર્વતોભદ્ર, સર્વતોભદ્ર, અતિભવ્ય, ભવ્ય” વગેરે છે.
જે યંત્રના અંકોનો વિભિન્ન વિભિન્ન રીતે સરવાળો કરતાં બોતેર પ્રકારે પાંસઠનો સરવાળો આવે તે “મહાસર્વતોભદ્ર યંત્ર કહેવાય છે. બોતેર પ્રકારે પાંસઠનો સરવાળો ન આવતાં જેમ જેમ, ઓછા ઓછા પ્રકારે પાંસઠનો સરવાળો આવે તેમ તેમ તેને માટે “સર્વતોભદ્ર, અતિભવ્ય, ભવ્ય' વગેરે નામકરણ કરવામાં આવે છે.
લોગસ્સસૂત્રની માફક તે સ્તોત્રો તથા યંત્રો શ્રી ચોવીસ તીર્થંકરભગવંતોના નામો સાથે સંબંધ રાખતા હોવાથી અહીં તે આપવામાં આવ્યા છે. પંચષઠિયંત્રોનો પ્રભાવ :
પંચષઠિયંત્રના “મહાસર્વતોભદ્ર' આદિ પ્રકારની રચના શ્રીજિનેશ્વરભગવંતોના નામરૂપ ચોવીસ અંકોમાં પચીસમો અંક ઉમેરવાથી થાય છે. આ પચીસમા અંકને તીર્થસ્વરૂપ-સંઘસ્વરૂપ સમજીને અથવા તેને શ્રીમલ્લિનાથભગવંતના દેહના પ્રમાણસૂચક અંક સમજીને ઉપર્યુક્ત ચોવીસ અંકમાં ઉમેરવામાં આવે છે. "
૧. કોઈ કોઈ સ્તોત્રકારોએ પચીસના અંકને શ્રીમલ્લિનાથભગવંતની કાયાના માપ તરીકે ગ્રહણ કરેલ છે. જયારે બીજાઓએ પચીસમા તીર્થંકર શ્રીસંઘને માટે પચીસનો અંક ઉપયોગમાં લીધેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org