________________
૮૪
લોગસ્સસૂત્ર સ્વાધ્યાય “સિરિમહાનિસીહસુત્ત'માં સૂત્રકાર ભગવતે જણાવ્યું છે કે – સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ, પદ તથા અક્ષર જરા પણ ન્યૂન ન આવે એવી રીતે પદચ્છેદ, ઘોષબદ્ધતા, પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી તથા અનાનુપૂર્વીથી ખૂબ વિશુદ્ધ રીતે તેમ જ ભૂલ્યા વિના એકાગ્રતાપૂર્વક જ્ઞાન મેળવવું જોઈએ.'
| ‘અણુઓગદારસુત્તમાં દ્રવ્યાવશ્યક કોને કહેવાય ? એ વસ્તુના પ્રસંગમાં “સૂત્ર કેવી રીતે ઉચ્ચારવું જોઈએ તે દર્શાવતાં સૂત્રકારે જણાવ્યું છે કે –
ગુરુએ ઉદાત્ત વગેરે ઘોષો જેવી રીતે કહ્યા હોય તેવી જ રીતે શિષ્ય બોલવા જોઈએ. તે “ઘોષસમ' કહેવાય છે અને તે પછી જ્યારે તેનું પરાવર્તન કરવામાં આવે ત્યારે પણ તે ઉદાત્તાદિ ઘોષોથી અવિક રીતે પરાવર્તન કરવું જોઈએ. તે “પ્રતિપૂર્ણઘોષ' કહેવાય છે.”
લોગસ્સસૂત્રના એક શ્લોકમાં અક્ષર મેળની તથા છ ગાથામાં માત્રા મેળની રચના કેવી સુંદર રીતે કરવામાં આવી છે તે આ પ્રકારે પિંગળની દૃષ્ટિએ ઉત્થાપનિકા પૂર્વક અભ્યાસ કરવાથી સમજાય તે હેતુથી તે રજૂ કરવામાં આવી છે. સૂત્રના ઉચ્ચારણ માટે જે અપેક્ષા રાખવામાં આવે છે તે આનાથી સુગમ થશે તેવી આશા છે.
१. सर-वंजण-मत्ता-बिन्दु-पयक्खराणूणगं पयच्छेदघोसबद्धयाणुपुट्वि पुव्वाणुपव्वि(पच्छाणुपुव्वि) अणाणुपुव्वीए
સુવિશુદ્ધ સોવિUT Uત્તે વિન્નેય ! –-સિરિમહાનિસીહસુત્ત (નમસ્કારસ્વાધ્યાય, પ્રા.વિ.) પૃ. ૩૭. घोषा उदात्तादयः तैर्वाचनाचार्याभिहित-घोषैः समं घोषसमं, यथा गुरुणा अभिहिता घोषास्तथा शिष्योऽपि यत्र શિક્તિ તત પોષસમfમતિ ભાવ: .... ........ ૩ાાઃિ ધોવૈરવિ « પ્રતિપૂfધોષમ્ ... घोषसममिति शिक्षाकालमधिकृत्योक्तं प्रतिपूर्णघोषं तु परावर्तनादिकालमधिकृत्येति विशेष:
અણુઓગદારસુત્ત ૫. ૧૫ આ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org