________________
તપ ઉપધાન
જાતિ વગેરે આઠ મદ તથા આશંકાઓથી રહિત બનીને,
ભક્તિ અને બહુમાન પૂર્વક,
નિયાણા` વિના ત્રણ ઉપવાસ પ્રમાણ તપ કરીને, જિન ચૈત્યમાં, જંતુરહિત પ્રદેશમાં, ભક્તિથી સભર બનીને, નતમસ્તકે, પ્રફુલ્લિત રોમરાજિ, વિકસિત વદનકમળ, પ્રશાંત, સૌમ્ય અને સ્થિરદૃષ્ટિ, નવાનવા સંવેગથી ઉછળતા, અત્યંત, નિરંતર અને અચિત્ત્વ એવા શુભ પરિણામ વિશેષથી ઉલ્લસિત આત્મવીર્ય અને પ્રતિસમય વૃદ્ધિ પામતા પ્રમોદથી વિશુદ્ધ, નિર્મળ, સ્થિર અંતઃકરણવાળા બનીને
સહિત,
૭૧
જમીન ઉપર બે ઢીંચણ, બે કરકમલ તથા મસ્તક સ્થાપીને અંજલિપુટ રચીને ધર્મતીર્થંકરોના બિંબ પર દૃષ્ટિ તથા મનને સ્થિર કરીને દૃઢ ચારિત્ર્ય વગેરે ગુણ સંપદાથી
અબાધિત ગુરુના મુખમાંથી નીકળેલ તેમના સંતોષ તથા કૃપાથી મળેલ.
સંસારસમુદ્રની અંદર નૌકા સમાન, મિથ્યાત્વના દોષથી નહીં હણાયેલ વિશિષ્ટ બુદ્ધિવાળા ગણધરભગવંતોએ રચેલ, સાત ગાથા પરિમાણવાળા શ્રીલોગસ્સસૂત્રની ચાર પદ અને બત્રીસ અક્ષર પ્રમાણવાળી પ્રથમ ગાથાનું અધ્યયન ત્રણ ઉપવાસ જેટલો તપ કરવા દ્વારા કરવું જોઈએ. એટલે કે મોટા વિસ્તારથી અત્યંત સ્ફુટ, નિપુણ અને શંકારહિતપણે સૂત્ર તેમ જ અર્થોને અનેક પ્રકારે સાંભળીને અવધા૨ણ ક૨વા જોઈએ.
ત્યાર બાદ બીજી, ત્રીજી અને ચોથી ગાથાનું અધ્યયન છ ઉપવાસ જેટલો તપ કરવા દ્વારા કરવું જોઈએ.
તે જ પ્રમાણે પાંચમી, છઠ્ઠી તથા સાતમી ગાથાનું અધ્યયન સાડા છ ઉપવાસ જેટલો તપ કરવા દ્વારા કરવું જોઈએ.
આ રીતે વિધિપૂર્વક લોગસ્સસૂત્રરૂપ શ્રુતજ્ઞાનના અધ્યયનની અનુજ્ઞા પ્રાપ્ત કરવાનો નિર્દેશ કરતો પાઠ ‘સિરિમહાનિસીહસુત્ત' માં નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે —
चवीसत्थयं एगेणं छट्टेणं, एगेणं चउत्थेणं पणवीसाए आयंबिलेहिं ।
— सिरिमहानिसीहसुत्त જે કોઈ આ રીતે અન્ય સર્વ કહેલી વિધિઓનું અતિક્રમણ કર્યા વિના ઉપધાન તપને કરે
૧. આલોક અને પરલોકના સુખોની માગણી તે નિયાણું.
પાદનોંધ—
જગદ્ગુરુ આચાર્ય શ્રીમદ્વિજય હીરસૂરીશ્વરજીમહારાજ દરરોજ લોગસ્સસૂત્રની નવકારવાળી ગણતા હતા. એવો ઉલ્લેખ ‘હીરવિજયસૂરિરાસ'માં ઉપલબ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org