________________
૫૪
અભિનંદન
સામાન્ય અર્થ : દેવેન્દ્રો આદિથી અભિનંદન કરાય તે અભિનંદન.
વિશેષ અર્થ : આ ભગવંત ગર્ભમાં આવ્યા બાદ શક્રેન્દ્રે વારંવાર આવીને તેમનું અભિનંદન કર્યું માટે અભિનંદન.
સુમતિ—
સામાન્ય અર્થ : જેમની મતિ સુંદર છે તે સુમતિ.
વિશેષ અર્થ : આ ભગવાન ગર્ભમાં આવ્યા બાદ જેમના માતા સર્વ અર્થોના નિશ્ચય કરવામાં મતિ સંપન્ન થયા અને બે શોક્યો વચ્ચેના ઝઘડાનું સમાધાન કર્યું માટે સુમતિ.
પદ્મપ્રભ—
લોગસ્સસૂત્ર સ્વાધ્યાય
સામાન્ય અર્થ : નિષ્પકતા ગુણને આશ્રયીને પદ્મ (કમલ) જેવી જેમની પ્રભા છે તે
વિશેષ અર્થ : આ ભગવંત ગર્ભમાં આવ્યા બાદ માતાને કમલની શય્યામાં સૂવાનો દોહદ થયો (જે દેવતાએ પૂર્ણ કર્યો.) અને ભગવાન પણ પદ્મ જેવા વર્ણવાળા હતા માટે પ્રદ્મપ્રભ. સુપાર્શ્વ—
પદ્મપ્રભ.
સામાન્ય અર્થ : જેમનો પાશ્ર્વભાગ (પડખાં) સુંદર છે તે ચંદ્રપ્રભ.
વિશેષ અર્થ : જે ભગવંત ગર્ભમાં આવ્યા બાદ માતાનો પાર્શ્વભાગ (પડખાં) ગર્ભના પ્રભાવથી સુંદર થયો માટે સુપાર્શ્વ.
ચન્દ્રપ્રભ
સામાન્ય અર્થ : ચન્દ્ર જેવી સૌમ્યકાન્તિ જેમની હોય તે.
વિશેષ અર્થ : જે ભગવાનની માતાને ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારે ચંદ્ર પાનનો દોહદ થયો અને ભગવાન પણ ચંદ્ર સમાન વર્ણવાળા હતા માટે ચંદ્રપ્રભ.
સુવિધિ—
સામાન્ય અર્થ : સુંદર છે વિધિ એટલે સર્વ કાર્યોમાં કૌશલ્ય જેમનું તે સુવિધિ.
વિશેષ અર્થ : ભગવાન ગર્ભમાં આવ્યા બાદ (ભગવાનના માતા) સર્વ વિધિમાં વિશેષ પ્રકારે કુશલ બન્યા માટે સુવિધિ.
શીતલ—
સામાન્ય અર્થ : કોઈ પણ પ્રાણીને સંતાપ નહીં કરનારા હોવાથી અને સૌને આહ્લાદ પેદા કરનાર હોવાથી શીતલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org