________________
ટિપ્પણ
૫૩
તે ‘અરિહંત' પણ કહેવાય છે. આ રીતે તેઓ અનેક પ્રકારે કહેવાય છે, નિરુપણ કરાય છે, ઉપદેશ કરાય છે, સ્થાપન કરાય છે, દર્શાવાય છે અને બધી રીતે બતાવાય છે.
શ્રીઅરિહંતભગવંતોનું પ્રથમ વિશેષણ ‘લોકના સ્વરૂપનો પ્રકાશ કરનારા' એ મૂકવામાં આવેલ છે ત્યારે સહેજે એ અંગે જાણવાનું મન થાય છે કે તેઓ લોકના સ્વરૂપનો પ્રકાશ શી રીતે કરે છે ? તેના સમાધાનમાં શાસ્ત્રકાર મહર્ષિઓ જણાવે છે કે શ્રીઅરિહંતદેવો લોકના સ્વરૂપનો પ્રકાશ-‘૩પ્પન્નેરૂ વા’, ‘વિમેઽ વા', ‘વેડ્ વા' (એટલે ઉત્પન્ન પણ થાય છે, નાશ પણ પામે છે અને સ્થિર પણ રહે છે.) એ ત્રિપદી વડે કરે છે. એનો અર્થ એ છે કે લોક અને અલોકરૂપી આ વિશ્વ કેટલાક માને છે તેમ માત્ર કલ્પના નથી પણ ‘સત્' છે અને તે ઉત્પન્ન થવાના, નાશ પામવાના અને કાયમ રહેવાના સ્વભાવથી યુક્ત છે. બીજી રીતે કહેતાં આ વિશ્વ દ્રવ્યરૂપે અનાદિ, અનન્ત, અચલ છે અને પર્યાયરૂપથી ઉત્પત્તિ અને વિનાશરૂપ પરિવર્તનોવાળું છે.
उसभमजिअं च वंदे :
ચોવીસ તીર્થંકર ભગવંતના અભિધાનોના સામાન્ય તથા વિશેષ અર્થો નીચે દર્શાવ્યા અનુસાર છે. પ્રત્યેક ભગવંતના નામનો સામાન્ય અર્થ ચોવીસે તીર્થંકર દેવમાં ઘટિત થઈ શકે છે; અર્થાત્ એક તીર્થંકર ભગવંતના નામનો સામાન્ય અર્થ સર્વ તીર્થંકર ભગવંતોને લાગુ પડે છે; જ્યારે પ્રત્યેક તીર્થંકર ભગવંતના નામનો વિશેષ અર્થ વિશિષ્ટ કારણને લઈને તેઓશ્રીના પૂરતો જ મર્યાદિત હોય છે; અર્થાત્ માત્ર તેમને જ લાગુ પડે છે.
ઋષભ—
સામાન્ય અર્થ : જે પરમપદ પ્રત્યે ગમન કરે, તે ‘ઋષભ.’ એનો વિકલ્પ ‘વૃષભ’ છે. ‘વૃષભ’ એટલે દુઃખથી દાઝેલી દુનિયા ઉપર દેશના જલનું વર્ષણ કરનાર કે સિંચન કરનાર.૪ વિશેષ અર્થ : જેમની બંને સાથળોમાં ‘વૃષભ'નું ચિહ્ન છે તે વૃષભ.
અજિત—
સામાન્ય અર્થ : પરીષહો અને ઉપસર્ગોથી ન જિતાયેલા તે અજિત.
વિશેષ અર્થ : ગર્ભમાં આવ્યા બાદ જેમનાં જનનીને ધૂતક્રીડામાં પિતા જીતી શક્યા નહીં માટે અજિત.
સંભવ—
સામાન્ય અર્થ : જેમનામાં ચોત્રીસ અતિશયો પ્રગટ થાય તે સંભવ.
વિશેષ અર્થ : જે ભગવંત ગર્ભમાં આવ્યા બાદ દેશમાં અધિકાધિક ધાન્યની નિષ્પત્તિ થઈ માટે સંભવ.
૪.
ऋषति गच्छति परमपदमिति ऋषभ :
Jain Education International
वृषभ इत्यपि वर्षति सिञ्चति देशनाजलेन दुःखाग्निना दग्धं जगदिति अस्यान्वर्थः ।
For Private & Personal Use Only
—ધ. સં., ૫. ૧૫૫ આ.
www.jainelibrary.org