________________
૫૦.
લોગસ્સસૂત્ર સ્વાધ્યાય તેમના મનોહર દેદીપ્યમાન પગના અંગૂઠાના અગ્રભાગનું પણ રૂપ એટલું બધું હોય છે કે સૂર્ય જેમ દશે દિશામાં પ્રકાશથી ફુરાયમાન પ્રકટ પ્રતાપી કિરણોના સમૂહથી સર્વગ્રહ નક્ષત્ર અને ચન્દ્રની પંક્તિને નિસ્તેજ બનાવી દે છે તેમ તેઓ પોતાના તેજથી સર્વ વિદ્યાધરો, દેવીઓ, દેવેન્દ્ર તથા દાનવેન્દ્ર સહિત દેવગણોના સૌભાગ્ય, કાન્તિ, દીપ્તિ, લાવણ્ય અને રૂપની શોભાને ઢાંકી દે છે (નિસ્તેજ બનાવી દે છે). સ્વાભાવિક (૪) કર્મક્ષયજનિત (૧૧) તથા દેવકૃત (૧૯) એવા ચોત્રીશ અતિશયોના તે ધારક હોય છે અને તે ચોત્રીશ અતિશયો એવા શ્રેષ્ઠ નિરૂપમ અને અનન્યસદેશ હોય છે કે તેનાં દર્શન કરવાથી ભવનપતિ, વાણવ્યંતર, જયોતિષ્ક, વૈમાનિક, અહમિન્દ્ર, ઇન્દ્ર, અપ્સરા, કિન્નર, નર, વિદ્યાધર અને સુર તથા અસુર સહિત જગતના જીવોને એટલું બધું આશ્ચર્ય થાય છે કે
અહો અહો અહો આપણે કોઈ દિવસ નહીં જોયેલું આજે જોયું.” એક જ વ્યક્તિમાં એક સાથે એકત્રિત થયેલો અતુલ, મહાન, અચિન્ત પરમ આશ્ચર્યોનો સમૂહ આજે આપણે જોયો એવા વિચારથી આનંદિત થયેલા હર્ષ અને અનુરાગથી સ્કુરાયમાન થતા નવા નવા પરિણામોથી પરસ્પર અત્યંત હર્ષના ઉદ્દગારો કાઢે છે અને વિહાર કરીને ભગવાન આગળ ચાલ્યા ગયા પછી પોતાના આત્માની નિંદા કરે છે કે “અમને ધિક્કાર છે, અમે અધન્ય છીએ, અમે પુણ્યહીન છીએ.” ભગવાન ચાલ્યા ગયા પછી તેમના હૃદયને ખૂબ ક્ષોભ થવાથી તેઓ મૂચ્છિત થઈ જાય છે અને મહામુશીબતે તેમનામાં ચૈતન્ય આવે છે. તેમનાં ગાત્ર અત્યંત શિથિલ થઈ જાય છે. આકુંચન, પ્રસારણ, ઉન્મેષ, નિમેષ આદિ શારીરિક વ્યાપારો બંધ પડી જાય છે. નહીં ઓળખાતા અને સ્કૂલના પામતા મંદ મંદ દીર્ઘ હુંકારોથી મિશ્રિત દીર્ઘ, ઉષ્ણ, બહુ નિસાસાથી જ માત્ર બુદ્ધિશાળીઓ સમજી શકે છે કે તેમનામાં મન (ચૈતન્ય) છે. જગતના જીવો ભગવાનની ઋદ્ધિ જોઈને એક માત્ર વિચાર કરે છે કે–આપણે એવું ક્યું તપ કરીએ કે જેથી આપણને પણ આવી પ્રવર ઋદ્ધિ પ્રાપ્ત થાય. ભગવાનને જોતાં જ તેઓ પોતાના વક્ષસ્થળ પર હાથ મૂકે છે અને તેમના મનમાં મહાન આશ્ચર્ય ઉત્પન્ન થાય છે.
આથી હે ગૌતમ ! અનંતગુણોના સમૂહોથી અધિષ્ઠિત છે શરીર જેમનું એવા, સુગૃહીત નામધેય, ધર્મતીર્થકર એવા તે અરિહંતભગવંતોના વિદ્યમાન એવા ગુણસમૂહરૂપી રત્નોના સમુદાયને દિવસ ને રાત, સમયે સમયે હજાર જીભથી બોલતો સુરેન્દ્ર પણ અથવા તો કોઈ ચાર જ્ઞાનવાળા મહાત્મા અગર તો અતિશય સંપન્ન છદ્મસ્થ જેમ સ્વયંભૂરમણસમુદ્રનો ક્રોડો વર્ષે પણ પાર ન પામે તેમ તેમના ગુણોનો પાર પામી શકતો નથી. કારણ કે—ધર્મતીર્થકર શ્રી અહંતુ ભગવંતોના ગુણરૂપી રત્નો અપરિમિત હોય છે. અહીં વિશેષ શું કહેવું? જયાં ત્રણ લોકના નાથ, જગતના ગુરુ, ત્રણ ભુવનના એકમાત્રબંધુ, ત્રણ લોકના તે તે ગુણના સ્તંભરૂપ-આધારરૂપ-શ્રેષ્ઠ
अहवा नाऊण गुणंतराइं अन्नेसिं ऊण सव्वत्थ । तित्थयरगुणाणमणंतभागमलब्भंतमन्नत्थ ।। जं तिहुयणं पि सयलं, एगीहोऊणमुब्भमेगदिसि । भागे गुणाहिओऽम्हं तित्थयरे परमपूज्जे ति ॥ ते च्चिय अच्चे वंदे पूए अरिहे गइमइसमन्ने जम्हा । तम्हा ते चेव भावओ णमह धम्मतित्थयरे ॥
મહાનિસીહસૂત્ર (નમસ્કારસ્વાધ્યાય, (પ્રા. વિ.) પૃ. ૪૫થી ૫૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org