________________
૪૦
લોગસ્સસૂત્ર સ્વાધ્યાય ઉત્તર–લોકમાં નદી વગેરે વિષમ સ્થાનોમાં ઉતરવા માટે કેટલાક ભદ્રિક જીવો ધર્મના હેતુથી ઓવારા વગેરે બનાવે છે અને તેને તીર્થ કહેવામાં આવે છે. “તીચંતે નેન તિ તીર્થ- જેના દ્વારા તેરાય તે તીર્થ.” તો આવા જીવોને પણ ધર્મતીર્થકર' કહેવાય, માટે લોકોદ્યોતકર' એ વિશેષણ મૂકવું જરૂરી છે અને તે મૂક્વાથી કેવલ શ્રીઅરિહંતભગવંતોનું જ ગ્રહણ થાય છે."
. ૬. પ્રશ્ન- લોકોદ્યોતકર' અને ધર્મતીર્થકર' વિશેષણનો ઉપયોગ કર્યા પછી “જિન વિશેષણ શા માટે ?
ઉત્તર–જૈનેતર દર્શનો પોતે માનેલ પરમાત્માને “લોકોદ્યોતકર તેમ જ “ધર્મતીર્થકર” માને છે, પરંતુ સાથે સાથે એમ પણ માને છે કે પોતે સ્થાપેલ તીર્થને જ્યારે હાનિ પહોંચે છે ત્યારે તે પરમાત્મા પુનઃઅવતાર ધારણ કરી સંસારમાં પાછા આવે છે.” તેથી “જિન”-રાગાદિ શત્રુઓને જીતે તે જિન-એ વિશેષણ મૂકવામાં આવ્યું છે.
જે તીર્થના રાગથી સંસારમાં પાછા આવે કે અવતાર ધારણ કરે તે “જિન” ન ગણાય. આ દૃષ્ટિએ જિન” વિશેષણ આવશ્યક છે.
૭. પ્રશ્ન—“જિન” વિશેષણ મૂક્યા પછી લોકોદ્યોતકર' તેમ જ “ધર્મતીર્થકર” વિશેષણની આવશ્યકતા કેવી રીતે ?
ઉત્તર–શાસ્ત્રોમાં અવધિજ્ઞાની, મન:પર્યાયજ્ઞાની, કેવલજ્ઞાની તેમ જ ચૌદ પૂર્વધરો વગેરેને પણ “જિન” કહેવામાં આવ્યા છે, હવે જો માત્ર “જિન” વિશેષણ જ રાખવામાં આવે તો ઉપર્યુક્ત સર્વનો આમાં સમાવેશ થઈ જાય. તેમ ન થાય તે માટે “લોકોદ્યોતકર' તેમ જ ધર્મતીર્થકર' વિશેષણો આવશ્યક છે.
૮. પ્રશ્ન—રિત’ વિશેષણ શા માટે છે ? ઉત્તર–રિહંત' એ પદ વિશેષણ તરીકે નહીં, પરંતુ વિશેષ્ય તરીકે મૂકવામાં આવેલ
૭.
इह लोके येऽपि नद्यादिविषमस्थानेषु मुधिकया धर्मार्थमवतरणतीर्थकरणशीलास्तेऽपि धर्मतीर्थकरा एवोच्यन्ते, तन्मा भूदतिमुग्धबुद्धीनां तेषु सम्प्रत्यय इति तदपनोदाय लोकस्योद्योतकानप्याहेति ।
–લ. વિ., પૃ. ૪૩ माभूत्कुनयमतानुसारिपरिकल्पितेषु यथोक्तप्रकारेषु सम्प्रत्यय इत्यतस्तदपोहायजिनान् इति, श्रूयते च कुनय
ને – "ज्ञानिनो धर्मतीर्थस्य, कर्तारः परमं पदम् । गत्वाऽऽगच्छन्ति भूयोऽपि भवं तीर्थनिकारतः ॥१।" इत्यादि तन्नूनं ते न रागदिजेतारः इति, अन्यथा कुतो निकारतः पुनरिह भवाङ्कुरप्रभवो ? बीजाभावात् ।
इह प्रवचने सामान्यतो विशिष्ट श्रुतधरादयोऽपि जिना एवोच्यन्ते, तद्यथा-श्रुतजिनाः अवधिजिनाः मन:पर्यायजिनाः छद्मस्थवीतरागाश्च, तन्माभूतेष्वेव सम्प्रत्य इति तद्व्युदासार्थं लोकस्योद्योतकरानित्याद्यप्यदुष्टमिति ।
–લ. વિ., પૃ. ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org