________________
બલા-ગીરી રમતમાં
ત્રાતિ
ધ્યાન : એક પરિશીલન, ૦ ભવ્યાત્માએ બાળચેષ્ટા ત્યજી દે છે
મનુષ્યનું બાળપણ ઢીંગલા-ઢીંગલીની રમતમાં, કિશોરવય ગિલ્લીદંડાની રમતમાં, કુમારવય ક્રિકેટ જેવી રમતમાં, યુવાનવય ભોગ-વિલાસ, વ્યાપાર આદિની રમતમાં, અને પ્રૌઢવય પૌત્રાદિ પરિવારમાં વિત્યાં હોય, ક્યારેય ધર્મનું શરણ લીધું જ ન હોય તે વૃદ્ધાવસ્થામાં શું થાય? કેદીને સજા પૂરી થાય અને બહાર રહેવા કરતાં કદાચ તેને કેદમાં જ ગમી ગયું હોય તે પણ મુદત પૂરી થયે તેને બહાર નીકળવું પડે તેમ માનવને આ જિંદગીની – દેહમાં રહેવાની – મુદત પૂરી થયે નીકળવું જ પડે છે. તે પછી દેહને અડીને સૌ અભડાય અંતિમક્રિયામાં વિલંબ થાય તે સૌ વિચારે કે હજી કેટલી વાર ! અને જે અંધારામાં કે સ્વમમાં તેની આકૃતિ દેખાય તે તેને ભૂત કે અપશુકન સમજીને માણસ, પિતાની સ્વજન હવા છતાં પણ, ભડકી જાય છે. સંસારની પદ્ધતિ આવી છે, તેથી ભવ્યાભાઓ બાળચેષ્ટારૂપ અજ્ઞાનને ત્યજી જ્ઞાનમાર્ગને આરાધે છે.
સંસારને વ્યવહાર જીવનમાં વય બદલાતાં જેમજેમ સાધન બદલાય અથવા તે વધતાં જાય તેમ તેમ તૃષ્ણા વધતી જાય છે, સાધક સાધન બદલે છે પણ એના બદલામાં સસાધન ગ્રહણ કરે છે. તે, સંસારનાં સાધનનું, પલટાતાં પરિબળનું યથાર્થ સ્વરૂપ જાણ હોવાથી તેનું તૃષ્ણારૂપી ઝેર વધતું નથી. વળી કોઈ દોષને કારણે ઝેર પ્રવેડ્યું હોય તો તેને ઉપાય છે તેનું વમન કરે છે. અર્થાત્ સર્વાશે રાગાદિના નાશનો ઉપાય સમ્યગ જ્ઞાન છે. જે સમ્યગદર્શન સહિત હોય છે. તરસ ન આવે મરણ જીવન તણી.
સીજે જે દરશન કાજ, જેહને પિપાસા હે અમૃત પાનની
કિમ ભાજે વિષપાન? અભિનંદન જિન દરશન તરસીયે.
–શ્રી આનંદઘનજીકૃત અભિનંદન જિનસ્તવન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org