________________
६७
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધ્યાન કાળો રહે છે, તેમ જે વર્તમાનમાં જાગ્રત છે તેને સસાધનને પ્રકાશ મળતું રહે છે, અને તેની જીવન જ્યોત પ્રકાશી ઊઠે છે. પણ જ્યાં અજ્ઞાન કે પ્રમાદાદિ છે ત્યાં કેલસાની જેમ જીવન લેશમય રહે છે. અત્યાર સુધી થયું તે થયું, હવે જાગ્યા ત્યારથી સુપ્રભાત.
શ્રદ્ધા અને બોધ દ્વારા, જાગ્રત આત્માના ઉપાદાનને જરા જેટલું નિમિત્ત મળે છે, ત્યારે સાધક જાગ્રત થઈ જાય છે અને કેટલાંય ડગલાં આગળ વધી જાય છે.
દષ્ટાંત એક રાજા નામની વ્યક્તિ વહેલી સવારે માર્ગ પરથી પસાર થઈ રહી છે. કોઈ ઝૂંપડીમાંથી અવાજ સંભળાય છે કે “રાજા ! બેટા! ઊઠ સવાર થઈ.” માતા પિતાના પુત્રને જગાડી રહી છે. પુત્રનું લાડકું નામ રાજા છે અને માર્ગથી પસાર થતી વ્યક્તિનું નામ પણ “રાજા” છે. તેણે ફરી સાંભળ્યું–“રાજા બેટા ઊઠ.” રસ્તા પરથી પસાર થતા રાજાના કાને આ શબ્દો પડ્યા, તે સાંભળીને તે રાજાને આત્મા જાગી ગયે, તેના જીવનનું પ્રભાત થયું. સત્સંગને સંસ્કાર હતું તે જાગી ઊડ્યો અને એ “રાજા” નિવાસે જવાને બદલે ગુરુના આશ્રમની વાટે ચાલી નીકળે. ગુરુના શરણે અને પ્રભુના ચરણે જીવન સમર્પિત કરી ધન્ય બન્યા. * માર્ગ પામવાની કે ધર્મપ્રાપ્તિની તીવ્ર જિજ્ઞાસા આત્માને એક ટકોરે સતને આંગણે મૂકી દે છે. જિજ્ઞાસા વગર, સન્ની શ્રદ્ધા વગર શાસ્ત્રશ્રવણ, ગુરુચરણ કે પ્રભુશરણ રહિત જીવ ધર્મ કેવી રીતે પામી શકે? જીવ પામરતા અને પ્રમાદને ખંખેરીને જાગે તો આ સર્વસાધન નાવની સમાન છે, કિનારે પહોંચાડે છે.
જે ભવ્યાત્મા કે મહાત્મા જન્મીને મરતા નથી તે મરીને જન્મતા નથી. તેમનું મૃત્યુ અમર – નિર્વાણ કહેવાય છે. એમના દેહને સ્પર્શીને સૌ પાવન થાય છે. નિર્વાણુકલ્યાણક દેવને પણ પ્રિય હોય છે. તેમાં ભાગ લઈને દેવો પણ ધન્ય બને છે. મુક્ત જીવનનું પ્રભાત આવું સોનેરી હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org