________________
ધ્યાન એક પરિશીલન મુક્તિ. સંપૂર્ણ શુદ્ધતા સંપૂર્ણ મુક્તિ. તેને નિર્વાણ કહો, સ્વરૂપજ્ઞાન કહો કે પરમાત્મપદ કહે.
જ્ઞાનીઓ તેને જિનપદ નિજ પદની એક્તા કહે છે. આત્મા જ પરમાત્મારૂપે પ્રગટ થઈ જાય છે. આવું પરમશુદ્ધ પદ કેવળ કેવળજ્ઞાનીના, સર્વજ્ઞના અને જીવન-મુક્તાત્માના જ્ઞાનનો અને અનુભવને વિષય છે. તે પદને, તે પદપ્રાપ્ત સર્વ પરમાત્માઓને પરમપ્રેમે નમસ્કાર છે.
માટે સજજને ! અશુભધ્યાનથી છૂટી ધર્મધ્યાનને મહિમા જાણી તેનું સેવન કરતાં કરતાં અને શુક્લધ્યાનની પરમદશાનું શ્રદ્ધાન કરીને આપણે સૌ ધ્યાનમાર્ગની પાત્રતા પ્રાપ્ત કરી શકીએ, તે માટે ધર્મધ્યાનના પ્રકારોને જાણવા અને ઉપાસવા. “મતિ, કૃતિ, અવધિ, મન: કેવલ દેહ પર એક જ ખરે,
આ જ્ઞાનપદ પરમાર્થ છે, જે પામી જીવ મુક્તિ લહે. ૨૦૪ બહુ લોક જ્ઞાનગુણે રહિત, આ પદ નહીં પામી શકે, રે ગ્રહણ કર તું નિયત આ, જે કમ એક્ષેચ્છા તને. ૨૦૫ આમાં સદા પ્રીતિવંત બન. આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહે ઉત્તમ થશે.” ૨૦૬
–શ્રીસમયસાર-પદ્યાનુવાદ નિર્જરા અધિકાર જૈનદર્શનમાં ધ્યાન સર્વોપરી સાધન મનાયું છે. કર્મક્ષયનું અંતિમ સાધન છે. જ્ઞાનનું ફળ જેમ વિરતિ છે તેમ જ્ઞાન અને ધ્યાન બંને સહોદર છે. ધ્યાનમાર્ગની સાધના વગર કઈ આત્મા મુક્ત થયે નથી. ધ્યાન એ સહજ અવસ્થા છે. સાધકે પ્રથમ તેમાં પ્રીતિ જોડવી પડે છે. તે ભલે અભ્યાસરૂપ હોય, પણ તે દ્વારા જ ધ્યેયસિદ્ધિ છે.
મોક્ષ: કમક્ષયાદેવ. સભ્ય જ્ઞાન ભવેત છે ધ્યાન સાધ્યું મતંતદ્ધિ, તસ્માદ્ધિતમામન: |
શ્રી કેસરસૂરી રચિત ધ્યાનદીપિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org