________________
જૈનદર્શનમાં ધ્યાન
૫૩ નિવૃત્તિ મેળવી અંતર્મુખ થવાનું લક્ષ રાખે છે. બાહ્ય જગતના પરિચયને સંક્ષેપ કરી નિરહંકારીપણે અપારંભી થઈ વતે છે. નિત્ય નિત્ય આત્મદશાને ઉજજવળ કરતા થકા તેઓ કઠિન ઉપદ્રવને સહન કરી લે છે.
આજના ગૃહસ્થ સાધકને ધર્મધ્યાનપ્રેરક વાતાવરણ કે નિવૃત્તિસ્થાન જરૂરી છે. પિતાના નિવાસે એકાદ ખૂણાને નિવૃત્તિનું સ્થાન બનાવી લે અને સમય મળે આસનસ્થ થઈ ચિત્તની સ્થિરતા ધારણ કરે તે સાધનાની ત જલતી રહે. પાંચ-પચીસ એારડાના મકાનનું આયોજન કરનાર નિજ આત્મા માટે જે આવો ખંડ કે ખૂણે ના રાખી શકે તે તેને પરિભ્રમણથી કેણ બચાવશે? સદ્ભાગ્યે જે તે એવું આયોજન કરે, અને સાધનાના કમને સેવે તે તેને અનુભવે સમજાશે કે સાચા સુખ અને શાંતિને આ જ માર્ગ છે. એ ખંડની કે ખૂણાની ભૂમિને ભાવિત કરવા પરમપ્રેમે પરમાત્માની કે સદ્ગુરુની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવી જેથી ચિત્તની સ્થિરતાને સહાય મળશે અને અન્ય ઉપદ્રવ અલ્પ પ્રયાસે ખસી જશે.
પરમતત્વને પ્રગટ કરવાની ઉપાસના એ કાંઈ એક-બે દિવસ, મહિના કે વર્ષમાં સિદ્ધ થતી નથી. પૂર્વજન્મની પ્રબળ આરાધનાના ઉદયે કઈ ભવ્યાત્મા અપ સમયમાં કાર્ય સિદ્ધ કરી શકે, પરંતુ સામાન્ય સાધકે તે નિરંતર અભ્યાસની જિજ્ઞાસા રાખવી અને સત્સંગાદિના પ્રસંગોમાં રહેવું.
આત્મા અનેચર છે અર્થાત્ અતિસૂક્ષમ તત્વ છે, તેથી તેની અનુભવદશા પણ સૂક્ષમ છે. દેહમાં ચક્ષુ નાજુક ઇંદ્રિય છે, એટલે વધુ સંવેદનશીલ છે. એક સૂફમ કણ તેમાં જીરવી શકાતું નથી. આત્માની શુદ્ધ અવસ્થા છે તેથી પણ અતિસૂક્ષ્મ છે, અને નિજ સંવેદન પણ અતિ સૂક્ષમ છે. તેમાં એક રજકણ જેટલે દોષ રહી શક નથી. અશુદ્ધતાને દોષ હોય તે સમયે તે સ્વરૂપનું દર્શન પ્રગટપણે અનુભવમાં આવતું નથી. જેટલી શુદ્ધતા તેટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org