________________
પર
ધ્યાનઃ એક પરિશીલન જગતના નૈસર્ગિક કમમાં તિથિ અનુસાર જેમ પ્રકાશની તરતમતા વધે છે; આગળ ઉલ્લેખ કર્યો છે તેમ, બીજને ચંદ્ર ક્રમે કમે પૂનમને ચંદ્ર થાય છે તે પણ તે બીજના પ્રકાશને પ્રકાશ. કહીએ છીએ, અંધકાર કહેતા નથી. ધ્યાનમાગે દીર્ઘકાલીન ચિત્તની સ્થિરતાની ક્ષણમાં સ્વરૂપદર્શનની ઝાંખી થાય છે તે બીજના પ્રકાશ સમાન છે. નિર્મળ ચરિત્ર વડે અને અભ્યાસ વડે આત્મા કમે કમે પૂર્ણ વિકાસ પામે છે પ્રારંભનું આ દર્શન અંતમાં પૂનમના ચંદ્રની માફક પૂર્ણ અને શાશ્વત બની જાય છે.
શ્રીમદ્ આનંદઘનજી અને ચિદાનંદજી જેવા ગીજનોને પૂર્વ આરાધનાને બળે ધ્યાનદશાનો ઉદય થયે, તે પછી તેને પૂર્ણ અનુભવ માટે તેઓએ ઘણું મૂલ્ય ચૂકવ્યું. લબ્ધિ આદિને મેહ ત્યજી તેમણે આત્મસંશોધનને પૂર્ણ અવકાશ આપે, સહજ દશા પ્રાપ્ત થયે ક્યારેય કેવળ જનકલ્યાણ માટે તેઓ ઉપદેશ કે લેખનની સત્પ્રવૃત્તિ કરતા, અને વળી ધ્યાનદશામાં સ્થિર થતા. ધ્યાનનું આવું અલૌકિક સામર્થ્ય છે. તેનું પરિશીલન કરવું તે જીવનની ધન્ય પળો છે તેમ સમજવું અને આ માર્ગમાં ઉલ્લાસિત થઈ આગળ વધવું. આત્મદશાની ઉજજવળતા :
સંસારનાં સાધનોમાં સુખબુદ્ધિ થતી રહે કે સાધનોને વિસ્તાર થત રહે, અને સહજ ધ્યાનદશાની ઉપલબ્ધિ થાય તેવી આ માર્ગમાં વ્યવસ્થા નથી. અપવાદરૂપ કે જ્ઞાની-ગૃહસ્થનાં દષ્ટાંતે લઈ માયાથી છેતરવું નહિ. સામાન્ય સાધકે તે અનુભવી જ્ઞાનીજનોના પ્રતિપાદિત માર્ગનું પદ્ધતિસર આરાધન કરવું. વ્યસ્ત ગૃહસ્થ સાધકે પિતાના નિવાસમાં પણ એકાંતસેવન સાથે સાધના કરવી, અવકાશ મળે. પવિત્ર સ્થળેમાં જ્ઞાનીની નિશ્રામાં રહેવું.
સામાન્ય રીતે ગૃહસ્થ ભવ્યાત્મા રુચિવંત હોય તે ઉદાસીનતા આવ્યે સંસાર પ્રત્યેની સુખબુદ્ધિ શમતી જાય છે. તેવા ભવ્યાત્માઓ ગૃહમાં કે વ્યાપારમાં રહે તેય શક્ય તેટલી જાગૃતિ રાખે છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org